અમો અને અમારા પત્ની પેઢીઓથી ચુસ્ત પુષ્ટિમાર્ગીય પરંપરાને અનુસરતા આવ્યા છીએ. નાનપણથી જ પુષ્ટિમાર્ગીય ભજન, ધોળ અને કીર્તન અમારા કુટુંબમાં ગવાતા આવ્યા છે. માં-બાપને ખુબજ નાની ઉંમરમાં ગુમાવવા છતાં પણ એમના સિંચેલ સંસ્કાર હજુ પણ અકબંધ જળવાયેલા છે.
સમયાંતરે વિદેશ જવાથી અને ભૌતિક દોડમાં નાનપણમાં સાંભળેલ ભજન અને ધોળ ધીમે-ધીમે સ્મૃતિમાં  થી ક્ષીણ થતા ગયા. કેટલા બધા વખતથી એવી મનમાં ઈચ્છા હતી કે એવું કશું કરવું જેથી અમારી પેઢી તથા આવનારી પેઢીમાં પુષ્ટિમાર્ગીય ભજન અને કીર્તન સદાય માટે જીવંત રહે.

અમારી પ્રેરણા(ઓ)

  1. અમારી પહેલી પ્રેરણા શ્રી ગોવર્ધનનાથ, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ છે. અમ અંતરમાં બેસીને તેઓ સદાય પ્રેરણા આપતા રહ્યા છે.
  2. જયારે જયારે પણ ઠાકોરજી સમક્ષ કોઈ ભજન કે ધોળ ગાવાની ઈચ્છા થાય ત્યારે ગુગલમાં શોધતા પણ નથી મળતા. અને નહિ ગાઈ શકવાનો વસવસો રહે છે. અમારી એ બીજી પ્રેરણા અંતર્ગત અમે રોજ બરોજ માં ગવાતા ભજનોને અહીં આવરી લીધા છે એટલે દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે એકજ જગ્યાએ આખો સંગ્રહ મળી રહે એવો પ્રયત્ન કરેલ છે.
  3. અમારી ત્રીજી પ્રેરણા: એક દિવસ હું અને મારા પત્ની સેવામાં બેઠા હતા અને એક ભજન અને ધોળનું પુસ્તક જોતા હતા. એમાંથી મોટા ભાગના ભજન એવા હતા કે અમને એનો રાગ નહોતો ખબર. તે વખતે અમે વિચાર્યું કે એવું કોઈ પુસ્તક હોઈ શકે કે જેમાં બટન દબાવતા તમને રાગ ખબર પડે અને તમે પછી એ ભજન ગાઈ શકો. પુસ્તક તો એવું શક્ય નથી પણ ત્યાર બાદ એવી કોઈ વેબસાઈટ શરુ કરવાનો વિચાર જરૂર મગજમાં આવ્યો.
  4. અમારી ચોથી પ્રેરણા: મેં જોયું છે કે અમારા સ્વામિનારાયણ મિત્રો એમના દરેક ભજન અને કીર્તન શોધવા માટે https://www.anirdesh.com/ વેબસાઈટ વાપરતા હોય છે. કેટલા બધા વખતથી એવી ઈચ્છા હતી કે એવું કાંઈ આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો  માટે કેમ નહિ? એનાથી પણ કંઈક વધારે સારું કરવાંની ઈચ્છા હતી. એટલા માટે ગુજરાતી, અંગ્રેજી અને દરેક ભજનના રાગ માટે આખું ભજન ઓડિયો માં પણ મુકવાનો નિર્ણય લીધો.
  5. અમારી પાંચમી પ્રેરણા: અમારા પુત્રો અને આવતી પેઢી. આમતો અમારા પુત્રોને ઘણા બધા ભજન અને ધોળ આવડે છે પરંતુ તેઓ ગુજરાતી હજુ શીખી રહ્યા છે. એવા સમયે તેઓને અંગ્રેજીમાં લખેલ ભજન કે ધોળ હોય તો સારું પડે એ વિચારે અંગ્રેજીમાં પણ કન્વર્ટ કરીને મુકવાનું નક્કી થયું.


અમારો આશય

અમારો આશય માત્ર અને માત્ર આજની અને આવતી પેઢી માટે પુષ્ટિમાર્ગીય ભજન અને ધોળનો સંગ્રહ સહેલાયીથી એક જજ જગ્યાએ મળી શકે તે છે. આ વેબસાઈટ પરનું એકપણ ભજન અને કીર્તન એ અમારું પોતાનું સર્જન નથી. રચયિતા કોઈ છે, ગાનાર કોઈ છે. અમે તો માત્ર એનો સુમેળ કરાવ્યો છે.
અમે ક્યારેય પણ કોઈ જાતનો કોઈનો કોપિયરિઘટ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો નથી. આ બધા ભજન, ધોળ અને કીર્તન સમયાંતરે અમે ખરીદેલા છે કેસેટ ના સ્વરૂપમાં કે તો CD ના સ્વરૂપમાં. એનું ડીજીટાલીઝશન પણ અમે જાતે કરેલ છે અને મુકતા પહેલા એની Quality Lower કરીને મુકેલ છે. બીજા બધા પણ Safety measures રાખેલ છે જેથી મ્યુઝિક સહેલાઈથી Download ન થઇ શકે પરંતુ એવી ખાતરી સાથે ના કહી શકાય કે એને Download ન જ કરી શકાય.
કોઈ વેબસાઈટ  જોનાર ને એવું થાય કે અમે કોઈ જાતનો Copyright નો ઉલ્લંઘન કર્યો છે તો અમારા “Contact Us” page પર જઈને અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. હું પુરેપુરી રીતે તમારી સાથે સહયોગ કરીશ અને Copyrighted કન્ટેન્ટ સાઈટ પર થી ઉતારી લઈશ.

જય શ્રી કૃષ્ણ
Editor