You are Here: Home » Bhajan » Shrinathji » જેને મને જગાડ્યો એને, કેમ કહી કે જાગો
|

જેને મને જગાડ્યો એને, કેમ કહી કે જાગો

Jene Mane Jagadyo

[Total: 8 Average: 4.1]

શ્યામ હવે તો જાગો.. શ્યામ હવે તો જાગો.. શ્યામ હવે તો જાગો

જેને મને જગાડ્યો એને, કેમ કહી કે જાગો,
મારો તારી સાથ પ્રભુ હે, જનમ જનમ નો લાગો .. જેને મને જગાડ્યો

પંખીના ટહુકાથી મારા, જાગી ઉઠ્યા કાન (૨),
આંખોમા તો સૂર્યકિરણ નું રમતું રહે તોફાન,
તમે મારા શ્વાસ શ્વાસમાં થઇ વાંસળી વાગો … મારો તારી સાથ પ્રભુ હે
જેને મને જગાડ્યો….

ગઈ રાત તો વીતી ગઈને, સવારની આ સુષ્માં,
વહેતી રહે છે હવા ને એમાં, ભરી તમારી ઉષ્મા,
મારા પ્રિયતમ પ્રભુ મને નહિ કરશો અળગો આઘો.. મારો તારી સાથ પ્રભુ હે
જેને મને જગાડ્યો….


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *