તારો રે શણગાર કરતા
Taro re Shangar Karata
તારો રે શણગાર કરતા, રૂપ અમારું નિખરે જી (૨),
સૂર્ય ઉગે ને એક પલકમા, ગાઢું ધુમ્મસ વિખરે જી ..તારો રે શણગાર કરતા
કુંડળીના કુંડળ પહેરાવું, આંસુ મોતન માળા રે (૨),
શ્યામ ભલે હોય કાળો તોયે, સુવાંળા ને રૂપાળા રે,
શ્વાસ ની મુરલી સાંવરીયા ની, સુર પછીથી નીસરે રે… સૂર્ય ઉગે ને એક પલકમા
મનનો મુગટ કીધો તારી, શ્યામ ચારણમાં મુક્યો રે (૨),
વ્હાલો મારો થઈને મોરપીંછ, હળવે હળવે ઝૂક્યો રે,
બહાર હવે હું શાને શોધું, ભીતર મારુ નીતરે રે.. સૂર્ય ઉગે ને એક પલકમા
Tāro re shaṇagār karatā, rūp amārun nikhare jī (2),
Sūrya uge ne ek palakamā, gāḍhun dhummasa vikhare jī ..tāro re shaṇagār karatā
Kunḍaḷīnā kunḍaḷ paherāvun, ānsu motan māḷā re (2),
Shyām bhale hoya kāḷo toye, suvānḷā ne rūpāḷā re,
Shvās nī muralī sānvarīyā nī, sur pachhīthī nīsare re… Sūrya uge ne ek palakamā
Manano mugaṭ kīdho tārī, shyām chāraṇamān mukyo re (2),
Vhālo māro thaīne morapīnchha, haḷave haḷave zūkyo re,
Bahār have hun shāne shodhun, bhītar māru nītare re.. Sūrya uge ne ek palakamā