You are Here: Home » Bhajan » Shri Krishna » શ્રીકૃષ્ણાષ્ટ્કમ
|

શ્રીકૃષ્ણાષ્ટ્કમ

Shri Krushnashtakam

[Total: 3 Average: 5]

ભજે વ્રજૈકમણ્ડનં સમસ્તપાપખણ્ડનં
સ્વભક્તચિત્તરંજનં સદૈવ નન્દનન્દનમ્ ।
સુપિચ્છગુચ્છમસ્તકં સુનાદવેણુહસ્તકં
અનંગરંગસાગરં નમામિ કૃષ્ણનાગરમ્ ।।૧।।

વ્રજભૂમિના એકમાત્ર આભૂષણરૂપ, સઘળાં પાપોનો નાશ કરવાવાળા, પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા,નંદનદનને હું હંમેશાં ભજું છું. જેના મસ્તક પર મનોહર મોરપીંછનો મુગટ શોભે છે, હાથમાં સૂરીલી બંસરી છે,કામકળાના જેઓ સાગર છે એવા નાગર શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૧)

મનોજગર્વમોચનં વિશાલ લોલલોચનં
વિઘૂતગોપશોચનં નમામિ પદ્મલોચનમ્ ।
કરારવિન્દભૂધરં સ્મિતાવલોકસુન્દરં
મહેન્દ્ર માનદારણં નમામિ કૃષ્ણવારણમ્ ।।૨।।

કામદેવના ગર્વને હણનાર, વિશાળ સુંદર નેત્રોવાળા, વ્રજગોપીઓના શોકને હરનાર, કમલનયન ભગવાનને હું નમસ્કાર કરું છું. જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો, જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે, દેવરાજ ઈન્દ્રના ગર્વનું જેણે ખંડન કર્યું છે, વીરતામાં શ્રેષ્ઠ એવા શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. (૨)

કદમ્બસૂનકુણ્ડલં સુચારુગણ્ડમણ્ડલં
વ્રજાંગનૈકવલ્લભં નમામિ કૃષ્ણદુર્લભમ્ ।
યશોદયા સમોદયા સગોપયા સનન્દયા
યુતં સુખૈકદાયકં નમામિ ગોપનાયકમ્ ।।૩।।

જેના કાનમાં કદંબફૂલોનાં કુંડલ શોભે છે, જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે. વ્રજબાળાઓના એકમાત્ર પ્રાણાધાર એવા દુર્લભ શ્રીકૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. જે ગોપવૃંદ અને નંદરાજ સહિત છે, અતિપ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા, એકમાત્ર આનંદદાયજી ગોપનાયક ગોપાલને હું નમસ્કાર કરું છું. (૩)

સદૈવ પાદપંકજં મદીયમાનસે નિજં
દધાન મુત્તમાલકં નમામિ નન્મદબાલકમ્ ।
સમસ્ત દોષશોષણં સમસ્ત લોકપોષણં
સમસ્ત ગોપમાનસં નમામિ નન્દલાલસમ્ ।।૪।।

જેણે પોતાનાં ચરણકમળને મારા મનરૂપી સરોવરમાં સ્થાપિત કર્યાં છે, એવા ખૂબ જ સુંદર અલકો (લટો) વાળા નંદકુમારને હું નમસ્કાર કરું છું. જે સર્વ દોષો દૂર કરવાવાળા છે, સર્વ લોકોનું પોષણ કરવાવાળા છે, સમસ્ત ગોવાળોનો હૃદયરૂપ અને નંદજીની લાલસારૂપ છે એવા શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. (૪)

ભુવો ભરાવતારકં ભવાબ્ધિ કર્ણધારકં
યશોમતી કિશોરકં નમામિ ચિત્તચોરકમ્ ।
દગન્ત કાન્ત ભંગિનં સદાસદાલ સંગિનં
દિને દિને નવં નવં નમામિ નન્દસંભવમ્ ।।૫।।

પૃથ્વીનો ભાર ઉતારવાવાળા ભવસાગરના કર્ણધાર, ચિત્તને હરી જનાર યશોદાનંદનને હું નમસ્કાર કરું છું. અતિ કમનીય કટાક્ષવાળા, સદાય સુંદર આભૂષણો ધારણ કરવાવાળા, નિત્યનૂતન નંદકુમારને હું નમસ્કાર કરું છું. (૫)

ગુણાકરં સુખાકરં કૃપાકરં કૃપાપરં
સુરદ્વિષન્નિકન્દનં નમામિ ગોપનન્દનમ્ ।
નવીનગોપનાગરં નવીનકેલિલંપટં
નમામિ મેઘસુન્દરં તડિત્પ્રભાલ સત્પટમ્ ।।૬।।

ગુણોના ભંડાર, સુખસાગર, કૃપાનિધાન, કૃપાળુ ગોપાળ, જે દેવના શત્રુઓનો નાશ કરનાર છે. તેમને હું નમસ્કાર કરું છું. નિત્યનૂતન, લીલા કરનાર, મેઘશ્યામ, નટવરનાગર ગોપાળ, વીજળી જેવી આભાવાળા, અતિસુંદર પીતાંબર ધારણ કરનારને હું નમસ્કાર કરું છું. (૬)

સમસ્તગોપનન્દનં હૃદમ્બુજૈકમોદનં
નમામિ કુંજમઘ્યગં પ્રસન્નભાનુશોભનમ્ ।
નિકામકામદાયકં દગન્તચારુસાયકં
રસાલવેણુગાયકં નમામિ કુંજનાયકમ્ ।।૭।।

સઘળા ગોપને આનંદ આપનાર, તેમના હૃદયકમળને વિકસિત કરનાર, તેજસ્વી સૂર્ય સમાન જે શોભતા રહેલા છે એવા કુંજની મઘ્યમાં રહેનાર શ્યામસુંદરને હું નમસ્કાર કરું છું. જે કામનાઓને સારી રીતે પૂર્ણ કરે છે, જેની સુંદર દ્રષ્ટિ બાણો જેવી છે. સુમઘુર વેણુ વગાડી ગાન કરવાવાળાએ કુંજનાયકને હું નમસ્કાર કરું છું. (૭)

વિદિગ્ધગોપિકામનોમનોજ્ઞતલ્પશાયિનં
નમામિ કુંજકાનને પ્રવૃઘ્ધવહ્નિપાયિનમ્ ।
યદાતદા યથા તથા તથૈવ કૃષ્ણસત્કથા
મયા સદૈવ ગીયતાં તથા કૃપા વિધીયતામ્ ।
પ્રમાણિકાષ્ટકદ્વયં જપત્યધીત્ય ય: પુમાન્
ભવેત્સ નન્દનન્દને ભવે ભવે સુભક્તિમાન્ ।।૮।।

જે ચતુર ગોપીઓના મનરૂપી સુકોમળ શય્યા પર શયન કરવાવાળા છે, કુંજ વનમાં વધતા જતા દાવાગ્નિને પી જનારા શ્રીકૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. જ્યારે-ત્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોઉં છતાં સદાય શ્રીકૃષ્ણની સત્યકથાઓનું ગાન હું કરું તેવી કૃપા મારા પર વરસો. જે પુરુષ પ્રમાણિકા છદમાં રચાયેલાં આ બે અષ્ટકોનો પાઠ યા જપ કરશે તે જન્મોજન્મ નંદનદન શ્યામસુંદરની ભક્તિવાળો થશે. (૮)


I pray Him, who is the ornament to the land of Vraja,
Who cuts off entire sins,
Who pleases the mind of his devotees,
And who is the godly son of Nanda Gopa.
Salutations to the sea like Lord Krishna,
Who decorates his head with peacock feathers,
Who has the sweet sounding flute in his hand,
And who is the music of the ocean of love.

Salutations to Him who has lotus like eyes,
Who wins over the pride of the god of love,
Who has broad and ever shifting eyes,
And who consoled the gopas of the worry over the emissary.
Salutations to the elephant like Lord Krishna,
Who lifted the mountain by his lotus soft hands,
Who has a pretty gaze and smile,
And who killed the pride of the great Indra.

Salutations to the Lord Krishna ,
Who is not easy to get,
Who wears the ear rings of Kadambha flowers,
Who has very pretty smooth cheeks,
And who is the lord of the women of Vrija.
Salutations to the chief of Gopas,
Who grants supreme bliss,
To Yasodha, gopas and Nanda,
And who is the giver of pleasures.

Salutations to the Nanda lad,
Whose lotus like feet is drowned,
Ever truly in my mind,
And who has curls of hair falling on his face.
Salutations to Him who enthralls Nanda,
Who diminishes bad effects of all sins,
Who takes care of the entire world.,
And who is in the mind of every cow herd.

I bow to him who is the stealer of hearts,
Who incarnated to reduce the weight of the world,
Who helps us cross the miserable ocean of life,
And who is young baby of mother Yasoda.
I bow to the son of King Nanda,
Who has a pair of pretty shining eyes,
Who is followed by bees wherever he goes,
And who is new and newer to his devotees,
Today and everyday.

I salute the kid of all gopas, who is the treasure house,
Of good qualities, pleasure and mercy,
Who is above the needs of mercy,
And who removed all the problems of devas.
I salute the handsome one who is the colour of the cloud,
Who wears yellow coloured silk resembling lightning,
Who appears as a new Gopa every time he is seen,
And who is interested in new antics every time.

I salute Krishna, the lad amidst the vrija land,
Who is pleased and shines like the good sun,
Who is the son of all gopas,
And who is the pleasure of all their hearts.
I salute Krishna , who is the leader of lads of vrija,
Who plays soulful music using his flute,
Who grants pleasures even though he does not want them,
And whose glances are like defenseless arrows.

I salute Him who swallowed the fire,
In the gardens and forests of Vraja land,
Who was sleeping in the dreams of the very able gopis.
Where I live, wherever I exist,
Let me be immersed in your stories,
For always without break,
So that I am blessed with your grace.
That great man who sings this double octet.
Would be born with devotion to Krishna,
In all his births.


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *