You are Here: Home » Bhajan » Shri Vallabh » શ્રી સર્વોત્તમ સ્તોત્ર
|

શ્રી સર્વોત્તમ સ્તોત્ર

Shri Sarvottam Stotra

[Total: 130 Average: 4.1]

प्राकृत धर्मानाश्रयम प्राकृत निखिल धर्म रूपमिति ।
निगम प्रतिपाद्यमं यत्तच्छुद्धं साकृत सतौमि ॥१॥

શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે કે જે પ્રાકૃત્ત ધર્મના આશ્રયથી રહિત અને સમગ્ર અલૌલિક ધર્મરૂપ છે, એ રીતે વેદમાં પ્રતિપાદન કરેલું, સાકાર અને શુદ્ધ સ્વરૂપ છે, તેની સ્તુતિ કરું છું

कलिकाल तमश्छन्न दृष्टित्वा द्विदुषामपि ।
संप्रत्य विषयस्तस्य माहात्म्यं समभूदभुवि॥२॥

જ્ઞાતા પુરૂષોની પણ જ્ઞાન દૃષ્ટિ કલિકારૂપ અંધકારથી આચ્છાદિત છે,
માટે તે સ્વરૂપનું મહાત્મ્ય હાલ પૃથ્વીમાં અપિરિચિત થયું છે.

दयया निज माहात्म्यं करिष्यन्प्रकटं हरिः ।
वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकार हि ॥३॥

જ્યારે દયા વડે શ્રીહરિને પોતાના વચન દ્વારા પોતાનું માહાત્મ્ય
પ્રકટ કરવાની ઇચ્છા થઇ ત્યારે પોતાનું મુખારવિંદ પ્રકટ કર્યુ.

तदुक्तमपि दुर्बोधं सुबोधं स्याद्यथा तथा ।
तन्नामाष्टोरतरशतं प्रवक्ष्याम्यखिलाघहृत ॥४॥

પણ તે મુખે કહેલું ન સમજાય તેવું છે, માટે જેવી રીતે સુબોધ થાય તેવી રીતે
સર્વ પાપને હણનાર તે શ્રીમહાપ્રભુજીનાં એકસો આઠ નામ હું કહું છું.

ऋषिरग्नि कुमारस्तु नाम्नां छ्न्दो जगत्यसौ ।
श्री कृश्णास्यं देवता च बीजं कारुणिकः प्रभुः ॥५॥

સર્વોત્તમ સ્તોત્રના રૂષિ શ્રી ગુસાંઈજી છે, અને નામોનો છંદ જગતમાં વ્યાપક અનુષ્ટુપ
છંદ છે તે છે. શ્રીકૃષ્ણના મુખારવિંદરૂપ શ્રીમહાપ્રભુજી દેવતા છે, અને બીજ પ્રભુ દયાળુ છે.

विनियोगो भक्तियोग  प्रतिबंध विनाशने ।
कृष्णाधरामृतास्वादसिद्धिरत्र न संशयः ॥६॥

અને આ સ્તોત્રમાં પ્રતિબંધ નાશ કરવા સારૂ વિનિયોગ કહેતાં પ્રયોજન ભક્તિયોગ છે; અને શ્રીકૃષ્ણના અધરામૃત સ્વાદની સિદ્ધિ એજ ફળ છે, એમાં કંઈ સંશય નથી.

आनंदः परमानंदः श्रीकृष्णस्यं कृपानिधिः ।
दैवोद्धारप्रयत्नात्मा स्मृतिमात्रार्तिनाशनः ॥७॥

૧. આનંદરૂપ, ૨. પરમાનંદરૂપ, 3. શ્રીકૃષ્ણના મુખારવિન્દરૂપ, ૪. કૃપાના સાગરરૂપ (અલૌકિક કૃપાવાળા), ૫. પુષ્ટિમાર્ગીય જીવોનો ઉદ્ઘાર કરવામાં જેમનું અંતઃકરણ છે એવા, ૬. સ્મરણ માત્રથી ભકતોની ચિંતાનો નાશ કરનારા શ્રીમહાપ્રભુજી છે.

श्री भागवत गूढार्थ प्रकाशन परायणः ।
साकार ब्रह्मवादैक स्थापको वेदपारगः ॥८॥

૭. શ્રીમદ્ ભાગવતના ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં તત્પર, ૮. સાકાર બ્રહ્મવાદના સ્થાપન કરનારા, ૯. વેદનો પાર પામેલા.

मायावाद निराकर्ता सर्ववाद निरासकृत ।
भक्तिमार्गाब्जमार्तण्डः स्त्रीशूद्राद्युदधृतिक्षमः ॥९॥

૧૦, માયાવાદનો નિરાસ કરનાર, ૧૧. સર્વવાદીઓનો નિરાસ કરનાર, ૧૨. ભક્તિમાર્ગને પ્રવર્તાવવામાં સૂર્ય સરખા, ૧૩. સ્ત્રીઓ તથા શૂદ્રોનો ઉદ્ઘાર કરવામાં સમર્થ શ્રીમહાપ્રભુજી છે.

अंगीकृतयैव गोपीशवल्लभीकृतमानवः ।
अंगीकृतौ समर्यादो महाकारुणिको विभुः ॥१०॥

૧૪. અંગીકાર કરીને જ શ્રીકૃષ્ણમાં મનુષ્યોને પ્રેમ કરાવનારા, ૧૫. અંગીકાર કરવામાં મર્યાદાવાળા, ૧૬. અત્યંત કૃપાવાળા, ૧૭. સર્વ કરવા સમર્થ.

अदेयदानदक्षश्च महोदारचरित्रवान ।
प्राकृतानुकृतिव्याज मोहितासुर मानुषः ॥११॥

૧૮. ન આપી શકાય એવા દાન દેવામં સમર્થ, ૧૯. અત્યંત ઉદાર ચરિત્રવાળા, ૨૦. પ્રાકૃત મનુષ્યને અનુકરણ બહાનાથી આસુરી જીવોને મોહ પમાડનારા.

वैश्वानरो वल्लभाख्यः सद्रूपो हितकृत्सताम ।
जनशिक्षाकृते कृष्ण भक्तिकृन्न खिलेष्टदः ॥१२॥

૨૧. પુરૂષોત્તમના મુખરૂપ વૈશ્વાનર, ૨૨. વલ્લભપ્રિય નામ વાળા, ૨૩. સચ્ચિદાનંદરૂપ, ૨૪. ભક્તોનું ભલુ કરનારા, ૨૫. પોતાના ભક્તોને શિખવવા સારૂ શ્રીકૃષ્ણની ભક્તિ કરનારા, ૨૬. મનુષ્યોને ભગવાનના સ્વરૂપ સબંધી જે કાંઈ ઇચ્છેલું છે તે સર્વ આપનારા.

सर्वलक्षण सम्पन्नः श्रीकृष्णज्ञानदो गुरुः ।
स्वानन्दतुन्दिलः पद्मदलायतविलोचनः ॥१३॥

૨૭. સર્વ લક્ષણોથી યુક્ત, ૨૮. શ્રીકૃષ્ણના જ્ઞાનને દેનાર, ૨૯. માર્ગનો ઉપદેશ કરનારા અને ફળનું દાન કરનારા-ગુરૂ, ૩૦. સ્વરૂપના આનંદમાં મગ્ન રહેનારા, ૩૧. કમળના દળ સરખા વિશાળ નેત્રવાળા શ્રીમહાપ્રભુજી છે.

कृपादृग्वृष्टिसंहृष्ट दासदासी प्रियः पतिः ।
रोषदृक्पात संप्लुष्टभक्तद्विड भक्त सेवितः ॥१४॥

૩૨. જેમના કૃપા કટાક્ષોની વૃષ્ટિથી પ્રસન્ન થયેલાં દાસ દાસી ભક્તજનોને વહાલા, ૩૩. શરણે આવેલા જીવોના રક્ષક (પતિઃ), ૩૪. રોષવાળી દૃષ્ટિથી ભક્તોના દ્વેષીઓના નાશ કરનારા, ૩૫. ભક્તોએ સેવેલા એવા શ્રી મહાપ્રભુજી છે.

सुखसेव्यो दुराराध्यो दुर्लभांध्रिसरोरुहः ।
उग्रप्रतापो वाक्सीधु पूरिता शेषसेवकः ॥१५॥

૩૬. સુખથી સેવા કરી શકાય તેવા, ૩૭. અલૌકિક દુ:ખથી મેળવી શકાય તેવા, ૩૮. જેમના ચરણ કમલ કષ્ટથી (તે પ્રાપ્ત કરવાની આર્તિથી) પ્રાપ્ય છે, તેવા, ૩૯. અતિશય પ્રતાપી, ૪૦. વાણીરૂપ અમૃત વડે સમગ્ર સેવકોને પૂર્ણ કરનાર શ્રીમહાપ્રભુજી છે.

श्री भागवत पीयूष समुद्र मथनक्षमः ।
तत्सारभूत रासस्त्री भाव पूरित विग्रहः ॥१६॥

૪૧. શ્રીભાગવત રૂપ અમૃતના સમુદ્રનું મંથન કરવા (સાર કાઢવા) સમર્થ, ૪૨. તેજ ભાગવતના સારરૂપ રાસ સ્ત્રીઓના ભાવથી અંદર અને બહારના સ્વરૂપવાળા.

सान्निध्यम्मात्रदत्तश्रीकृष्णप्रेमा विमुक्तिदः ।
रासलीलैकतात्पर्यः कृपयैतत्कथाप्रदः ॥१७॥

૪૩. ભકતોને પોતાના સાન્નિધ્યથીજ શ્રીકૃષ્ણ પ્રતિ, પ્રેમનું દાન કરનારા, ૪૪. ભગવાનના સંબંધ રૂપ-મુક્તિનું દાન કરનારા, ૪૫. રાસલીલાજ જેમનું કેવલ તાત્પર્ય-ફલ છે. ૪૬. કૃપાથી રાસલીલા સંબંધી શ્રીકૃષ્ણ કથાનું દાન કરનારા.

विरहानुभवैकार्थसर्वत्यागोपदेशकः ।
भक्त्याचारोपदेष्टा च कर्ममार्गप्रवर्तकः॥१८॥

૪૭. વિરહના અનુભવનેજ માટે સર્વત્યાગનો ઉપદેશ કરનારા, ૪૮. ભક્તિ અને ભક્તિમાર્ગના આચારનો ઉપદેશ કરનારા, ૪૯. કર્મમાર્ગ-વર્ણાશ્રમના આચાર ત્થા ધર્મના પ્રવર્તાવનારા.

यागादौ भक्तिमार्गैक साधनत्वोपदेशकः ।
पूर्णानन्दः पूर्ण्कामो वाक्पतिर्विबुधेश्वरः ॥१९॥

૫૦. યાગાદિ કર્મમાં ભક્તિમાર્ગનુંજ એક સાધનપણુ છે, એવો ઉપદેશ કરનારા, ૫૧. પૂર્ણ આનંદવાળા. ૫૨. પૂર્ણ અલૌકિક કામવાળા, ૫૩. વાણીના પતિ, ૫૪. ભક્તિમાર્ગીય જ્ઞાનના ઇશ્વર શ્રીઆચાર્યજી છે.

कृष्णनामसहस्त्रस्य वक्ता भक्तपरायणः ।
भक्त्याचारोपदेशार्थ नानावाक्य निरूपकः ॥२०॥

૫૫. શ્રીપુરૂષોત્તમ સહસ્ત્રનામના પ્રકાશક, ૫૬. ભક્તોને શરણરૂપ, ૫૭. આચારના ઉપદેશ સારૂ નાના પ્રકારનાં વાક્યોનું નિરૂપણ કરનારા શ્રીઆચાર્યજી છે.

स्वार्थो ज्झिताखिलप्राणप्रियस्तादृशवेष्टितः ।
स्वदासार्थ कृताशेष साधनः सर्वशक्तिधॄक ॥२१॥

૫૮. સેવા માટેજ જેઓએ સેવા વિરોધી સર્વત્યજી સમગ્ર પ્રાણ પ્રભુમાં અર્પણ કર્યા છે એવાઓના વહાલા, ૫૯. તાદ્રશ ભક્તોથી વીંટાયેલા, ૬૦. પોતાના ભક્તો માટે જ સર્વ સાધનો જેમણે કર્યા છે એવા, ૬૧. સર્વ શક્તિઓને ધારણ કરનારા શ્રીમહાપ્રભુજી છે.

भुवि भक्ति प्रचारैककृते स्वान्वयकृत्पिता ।
स्ववंशे स्थापिताशेष स्वमहात्म्यः स्मयापहः ॥२२॥

૬૨. પૃથ્વીમાં ભક્તિના પ્રચાર માટે પોતાનો વંશ કરનાર, ૬૩. પ્રેમલક્ષણા ભક્તિના પિતા, ૬૪. પોતાના વંશમાં પોતાનું સર્વ માહાત્મ્ય સ્થાપન કરનારા, ૬૫. મોહ દૂર કરનારા શ્રીઆચાર્યજી છે.

पतिव्रतापतिः पारलौकिकैहिक दानकृत ।
निगूढहृदयो नन्य भक्तेषु ज्ञापिताशयः ॥२३॥

૬૬. શ્રીમહાલક્ષ્મીજીના પતિ, ૬૭. પોતાના ભક્તોને પરલોકનું અને આલોકના ફળનું દાન કરનારા, ૬૮. જેમનું હ્રદય સારી રીતે ન જાણી શકાય તેવા, ૬૯. અનન્ય ભક્તોને પોતાના આશય જણાવનારા.

उपासनादिमार्गाति मुग्ध मोह निवारकः ।
भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत ॥२४॥

૭૦, પૂજા માર્ગ વિગેરે માર્ગોથી અતિશય લુબ્ધ પામેલાના મોહનું નિવારણ કરનારા, ૭૧. ભક્તિ માર્ગમાં સર્વ માર્ગથી સહેલી વિલક્ષણતાનો અનુભવ કરનાર શ્રીઆચાર્યજી છે.

पृथक्शरण मार्गोपदेष्टा श्रीकृष्णहार्दवित ।
प्रतिक्षण निकुंज स्थलीला रस सुपूरितः ॥२५॥

૭૨. સ્વતંત્ર ભક્તિ અથવા પુષ્ટિમાર્ગીય શરણમાર્ગનો ઉપદેશ કરનારા, ૭૩. શ્રીકૃષ્ણના હ્રદયના ફલાત્મક ભાવને જાણનારા, ૭૪. ક્ષણે ક્ષણે નિકુંજમાં થયેલી લીલાના રસે કરીને પરિપૂર્ણ શ્રીઆચાર્યજી છે.

तत्कथाक्षिप्तचितस्त द्विस्मृतन्यो व्रजप्रियः ।
प्रियव्रजस्थितिः पुष्टिलीलाकर्ता रहः प्रियः ॥२६॥

૭૫. નિકુંજની લીલા રસની કથામાં વ્યાકુલ ચિત્તવાળા, ૭૬. નિકુંજની લીલાઓથી બીજા સર્વને વિસારી દેનારા, ૭૭. વ્રજ જેમને પ્રિય છે એવા, ૭૮. વ્રજમાં રહેવું જેમને પ્રિય છે તેવા, ૭૯. ભગવત્કૃપારૂપ લીલાઓના કર્તા, ૮૦. એકાંતજ જેમને વહાલુ છે એવા.

भक्तेच्छापूरकः सर्वाज्ञात  लीलोतिमोहनः।
सर्वासक्तो भक्तमात्रासक्तः पतितपावनः ॥२७॥

૮૧. ભક્તોની ઇચ્છા પૂર્ણ કરનારા, ૮૨. સર્વથી જેમની લીલાઓ સમજી ન શકાય તેવા, ૮૩. ભક્તોને અતિ મુગ્ધ કરનારા, ૮૪. સર્વજીવમાં આસકિત વિનાના, ૮૫. ભક્તોમાંજ કૃપાવાળા, ૮૬, પતિત પુરૂષોને પવિત્ર કરનારા શ્રીઆચાર્યજી છે.

स्वयशोगानसंहऋष्ठऋदयाम्भोजविष्टरः ।
यशः पीयूष्लहरीप्लावितान्यरसः परः ॥२८॥

૮૭. પોતાના જશ ગાવાથી પ્રસન્ન થયેલા, ભક્તના હ્રદય કમલમાં આસન કરનારા, ૮૮. ભક્તોના ભક્તિરસ વિનાના બીજા સર્વ રસો પોતાના યશરૂપી અમૃત લહરીમાં ડુબાડેલા છે એવા, ૮૯. સર્વ કરતાં શ્રેષ્ઠ.

लीलामृतरसार्द्रार्द्रीकृताखिलशरीरभृत ।
गोवर्धनस्थित्युत्साहल्लीला प्रेमपूरितः ॥२९॥

૯૦. લીલારૂપી અમૃતના રસીક ભાવ વડે પુષ્ટિમાર્ગીય જીવોને રસવાળા કરનારા, ૯૧. શ્રીગોવર્ધનમાં રહેવાનોજ ઉત્સાહ કરનારા, ૯૨. ગિરિરાજ સંબંધી કરેલી લીલાઓના પ્રેમથી ભરેલા.

यज्ञभोक्ता यज्ञकर्ता चतुर्वर्ग विशारदः ।
सत्यप्रतिज्ञस्त्रिगुणोतीतो नयविशारदः ॥३०॥

૯૩. ગોવર્ધન યજ્ઞનું ભોજન કરનારા, ૯૪. યજ્ઞના કર્તા, ૯૫. ચાર પુરૂષાર્થ પ્રાપ્ત કરાવવામાં કુશળ ૯૬. સાચી પ્રતિજ્ઞાવાળા, ૯૭. ત્રણ ગુણોચી પર, ૯૮. નીતિમાં નિપૂણ.

स्वकीर्तिवर्द्धनस्तत्व सूत्रभाष्यप्रदर्शकः ।
मायावादाख्यतूलाग्निर्ब्रह्मवादनिरूपकः ॥३१॥

૯૯. પોતાના માર્ગના ગ્રંથો લખી પોતાનો યશ વધારનારા, ૧૦૦. બ્રહ્મસૂત્રોના ભાષ્યકાર. ૧૦૧. માયાવાદરૂપી રૂમાં અગ્નિ સમાન, ૧૦૨. બ્રહ્મવાદના પ્રતિપાદન કરનારા.

अप्राकृताखिलाकल्प भूषितः सहजस्मितः ।
त्रिलोकीभूषणं भूमिभाग्यं सहजसुन्दरः ॥३२॥

૧૦૩. વ્યાસ સૂત્રના ફલાધ્યાયના ભગવદ્ભાવ લીલારસને નિરૂપણ કરવાથી શોભારૂપ હોઇ આભૂષણરૂપ છે, તેનાથી વિભૂષિત, ૧૦૪. સ્વાભાવિક હાસ્યવાળા, ૧૦૫. ત્રણ ગુણના સેવકોના ભૂષણરૂપ, ૧૦૬. ભૂમિના ભાગ્યરૂપ, ૧૦૭. સ્વાભાવિક રીતે સુંદર.

अशेषभक्त संप्रार्थ्य चरणाब्ज रजोधनः ।
इत्यानंद निधेः प्रोक्तां नाम्नामष्टोत्तरं शतम ॥३३॥

૧૦૮. જેમના ચરણ કમલની રજરૂપી ધનની સર્વભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે, એવા શ્રીમહાપ્રભુજી છે. આ પ્રમાણે આનંદ સાગર શ્રીમહાપ્રભુજીનાં ૧૦૮ નામો કહ્યાં છે, તે ગુણોની સિદ્ધતાવાળાંજ કહ્યાં છે.

श्रृद्धाविशुद्ध बुद्धिर्यः पठत्यनुदिनं जनः ।
स तदेकमनाः सिद्धिमुक्तां प्राप्नोत्यसंशयम ॥३४॥

શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધબુદ્ધિવાળો જે મનુષ્ય નિત્ય એક ચિત્તે આ સ્તોત્રનો પાઠ કરે છે, તે શ્રી આચાર્યજીમાંજ ચિત્તવાળો થઇને આગળ કહેલી કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધ પામે છે, તેમાં કાંઇ સંશય નથી.

तदप्राप्तौ वृथा मोक्ष स्तदप्तौतदगतार्थता ।
अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्ण रसार्थिभिः ॥३५॥

તે અધરામૃતની સિદ્ધિ ન મળે તો મુક્તિ પણ વ્યર્થ છે, ને અધરામૃતની સિદ્ધિ પ્રાપ્ત થાય તો મુક્તિ(સાયુજ્યાદિ) નું નિરર્થકપણું છે. આથી સર્વોત્તમ સ્તોત્ર, શ્રીકૃષ્ણનારસની ઇચ્છાવાળા જીવોએ જપ કરવા યોગ્ય છે.

॥ इति श्रीमदग्निकुमारप्रोक्तं श्री सर्वोत्तमस्तोत्रं सम्पूर्णम ॥

આ પ્રમાણે શ્રીમદ્ અગ્નિકુમાર (શ્રીવિઠ્ઠલેશ પ્રભુજી⟩કથિત શ્રી સર્વોત્તમ સ્તોત્ર સંપૂર્ણ,


The first 6 stanzas highlights greatness of the shri “Sarvotam Stotra.” Respected Acharya Shri Gusaiji explains in the first stanza that the lord’s (Purushottam – the Divine one) “swaroop” (not just the body but the entire self) is totally different from fundamental qualities – ‘satva’, ‘Rajas’, ‘Tamas’ of nature. ‘He’ is total bliss, his entire body – all parts are full of joy and bliss. The Vedas (first and fundamental shastras) also prove this fact.

Pandits – learned people, although they have studied Vedas and Purans they still do not “know” the real ‘swaroop’ of the lord since it is known only by the grace of the God, it is experienced thru only devotional feelings, never by studying books.

The lord true to his one of the name “Hari”, (the one who takes away – grabs away problems – sadness of his devotees) unveils the ‘swaroop’ of Shri Mahaprabhuji from his mouth with the sole intention of taking away the unhappiness of hid devotees and thru him to unveil that very special “Pushtimarg” the path of lord’s bliss, its rewards, its greatness, knowledge of it etc.

For most people, although they are divine and followers the ‘marg’, its difficult for them to understand the fundamentals as depicted in Subodhiniji ( a treatise on Bhagvat). For them I (Shri Gusaiji) now list 108 names of Shri Mahaprabhuji. This sure will help getting over the obstacles while understanding and grasping what is discussed in Shri Subodhiniji.

The writer or the sage of this strota is ‘agnikumar’ i.e., the son (kumar) of Shri Mahaprabhuji (Acharya Shri Mahaprabhuji’s ‘swaroop’ is ‘vaishvanar’- again – the fire : shri Mahaprabhuji (as Shri Krishna – the lord’s of mouth) is the presiding deity of this Strota and the kind lord (Shri Thakorji) is the ‘seed’ – the fundamental of the Strota.

Utilizing this Strota in Bhaktiyoga – joining, aligning one self with the lord will help remove obstacles whether they are worldly or heavenly. It will lead you to the highest stage – licking and enjoying the nectar of lord’s lips ! Shri Gusaiji says very clearly that there is no doubt about it. Now the names highlighting Qualities – Characteristics of Shri Vallabh.

Shri Mahaprabhuji’s ‘swaroop’ is ”Anand” – bliss all bliss leading to “Parmanand” – the highest stage of eternal bliss, Shri “Krishnasyam” – born – unveiled out of Shri Krishana – lord’s mouth. “Kripanidhi” – the great big storage of Grace. “Daivodhar prayatnatma” – these very special blessed people – followers and adopted in Pushtimarg are to be ‘lifted’ and placed directly with the lord. Shri Mahaprabhuji acts doing just that. “Smruti Matrartinashan” Only by remembering (the lotus feet of) Shri Mahaprabhuji, all desires are nullified.

Shri Bhagvatgudharth Prakashan Parayan” : Shrimad Bahgvat is being studied, read, preached and praised, by many learned men. However Shri Mahaprabhuji is the only one who lifts out and highlights to us – the fundamental – the real meaning – the essence of it. “Sakar Brahamvadaik Sthapak”: ‘Braham’ – that eternal all pervading consciousness, omnipotetent, omnipresent takes specific form and that entire form and all its parts are full of joy and bliss, one that you can experience with one’s sensual organs. This is what he (Shri Mahaprabhuji proved) “Vedparag” : the expert – fully knowledgeable critic of what is depicted in Vedas and Vedant – Upnishads.

Similar Posts

4 Comments

  1. superb work done..Thank you so much…Shree vallabh ne vitthal ni krupa nopar nahi..krupa vina sarvottam no saar samjay nahi…sundar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *