You are Here: Home » Bhajan » Shri Krishna » કાળા કાળા ચોરની મોહિની લાગી રે
|

કાળા કાળા ચોરની મોહિની લાગી રે

Kala Kala ChorNi Mohini Lagire

[Total: 5 Average: 4]

કાળા કાળા ચોરની મોહિની લાગી રે (૨), શ્યામ સુંદર રૂપની મોહિની લાગી રે (૨),
જગતના એ  ભુપની મોહિની લાગી રે (૨) .. કાળા કાળા ચોરની મોહિની લાગી રે

દુર મેવાડ દેશ ચિતચોર વસે રે, નીરખી નીરખી જેને મારુ મનડું હસે રે (૨),
ચિત્તડાના ચોરની મોહિની લાગી રે (૨), કાળા કાળા ચોરની મોહિની લાગી રે

સંસારની આ માયા જોઈ હુંતો થાકી રે, સંભાળને ઓ શામળા મારી પ્રિતડી પાકી રે (૨),
મનડાના એ મોરની મોહિની લાગી રે (૨)..  કાળા કાળા ચોરની મોહિની લાગી રે

સ્મરણ તારી છબી કેરું મુજને વહાલું રે, કૃષ્ણના આમ આધારે હું જગમાં મ્હાલું રે (૨),
વાંસળી ઘનઘોર જોને એવી વાગી રે (૨) .. કાળા કાળા ચોરની મોહિની લાગી રે

દર્શન એના કરી હું તો ભાન ભુલી રે, મીઠડી ઝાંખી પાર “નીતા” જીવન વારી રે (૨),
માખણના એ ચોરની મોહિની લાગી રે (૨), કાળા કાળા ચોરની મોહિની લાગી રે



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *