ભાવ થી સેવા કરો ગિરીરાજની
ભાવ થી સેવા કરો ગિરીરાજની (૨),
રાત-દિન રટણા કરો શ્રીનાથની,
ભાવ થી રટણા કરો શ્રીનાથની,
દેહ વૈષ્ણવનો મળ્યો મોંઘો તને (૨),
લાડ લૂંટી લે તું શ્રી કૃષ્ણના નામ ની .. ભાવ થી સેવા કરો ગિરીરાજની
કૈક આવ્યા કૈક તો ચાલ્યા ગયા (૨),
જુઠી માયા છે ધરા કે ધામની .. ભાવ થી સેવા કરો ગિરીરાજની
સોંપીદે સઘળું પ્રભુના હાથમાં (૨),
છોડીદે પંચાત આખા ગામની .. ભાવ થી સેવા કરો ગિરીરાજની
ચાર દિનની ચાંદની આ જિંદગી (૨)
આંખ મિચાયાં પછી શું કામની .. ભાવ થી સેવા કરો ગિરીરાજની
બાળ બાંધીલે તું ભાથું સેવાનું (૨),
મેલી પરવા માન કે અપમાન ની.. ભાવ થી સેવા કરો ગિરીરાજની
જય શ્રીનાથજી.. જય શ્રીનાથજી.. જય શ્રીનાથજી.. જય શ્રીનાથજી.. (૨)
Bhāva thī sēvā karō girīrājanī (2),
rāta-dina raṭaṇā karō śrīnāthanī,
bhāva thī raṭaṇā karō śrīnāthanī
dēha vaiṣṇavanō maḷyō mōṅghō tanē (2),
lāḍa lūṇṭī lē tuṁ śrī kr̥ṣṇanā nāma nī.. Bhāva thī sēvā karō girīrājanī
kaika āvyā kaika tō cālyā gayā (2),
juṭhī māyā chē dharā kē dhāmanī.. Bhāva thī sēvā karō girīrājanī
sōmpīdē saghaḷuṁ prabhunā hāthamāṁ (2),
chōḍīdē pan̄cāta ākhā gāmanī.. Bhāva thī sēvā karō girīrājanī
chāra dinanī cāndanī ā jindagī (2)
āṅkha micāyāṁ pachī śuṁ kāmanī.. Bhāva thī sēvā karō girīrājanī
bāḷa bāndhīlē tuṁ bhāthuṁ sēvānuṁ (2),
mēlī paravā māna kē apamāna nī.. Bhāva thī sēvā karō girīrājanī
jaya śrīnāthajī.. Jaya śrīnāthajī.. Jaya śrīnāthajī.. Jaya śrīnāthajī.. (2)