You are Here: Home » Bhajan » Shrinathji » આવો આવો શ્રીનાથજી આવો
|

આવો આવો શ્રીનાથજી આવો

Aavo aavo Shrinathji aavo

[Total: 2 Average: 5]

આવો આવો શ્રીનાથજી આવો, આવોને તમને છબછબીયાં કરી નવડાવું (૨)

કેસર ઘોળી યમુના જળમાં , માહી ગુલાબજળ છાંટુ (૨),
લૂંછી અંગો ધીરે ધીરે (૨), સેવાનો ધર્મ બજાવું, શ્રીનાથજી છબછબીયાં કરી નવડાવું .. આવો આવો

કેડે કંદોરો, પગમાં પેજન, ભાલે તિલક સજાવું (૨),
કાનમાં કુંડળ, વૈજંતિ માળા (૨), હીરા માણેકથી મઢાવું શ્રીનાથજી, છબછબીયાં કરી નવડાવું .. આવો આવો

પીળું પીતામ્બર , જરકશી જામા, બાજુબંધ બેરખા પહેરાવું (૨),
માથે તે મોરપીંછ, ખોસી મુગટમાં (૨), હું તો વારી વારી જાઉં શ્રીનાથજી, છબછબીયાં કરી નવડાવું .. આવો આવો

શ્રીજી ચરણમાં, સુખના ધામમાં, આનંદ મંગલ ગાઉ(૨),
ભક્તો તમારા દર્શનના ભૂખ્યા (૨), મુખ જોઈ મલકાઉ શ્રીનાથજી, છબછબીયાં કરી નવડાવું .. આવો આવો



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *