શ્રીજીબાવા તો છેલ છબીલા શ્રી ગોવર્ધન ગિરધારી રે
Shrijibava to ChhelChhabila Shri Govardhan Girdhari re
શ્રીજીબાવા તો છેલ છબીલા, શ્રી ગોવર્ધન ગિરધારી રે,
વ્રજ છોડીને વ્હાલે મેવાડ પધાર્યા (૨), અજબકુંવરીના કાજે રે, વ્હાલા અજબકુંવરીના કાજે રે .. શ્રીજીબાવા તો
સિંહણના પાળમાં વસે મારો વ્હાલો (૨) , છાપરી નીચે બિરાજે રે (૨), વ્હાલો છાપરી નીચે બિરાજે રે .. શ્રીજીબાવા તો
ચાર તે ચોકના વ્હાલે મંદિર બંધાવ્યા, નિશાન ધજાના ફરકે રે (૨),
નિકુંજના નાયક નીચે ઉભા છે (૨), જોઈ જોઈ મનડું હરખે રે, વ્હાલા જોઈ જોઈ મનડું હરખે રે .. શ્રીજીબાવા તો
પોતે તે મહેલ બનાવ્યો મારા વ્હાલા, ઊંચે ગગનમાં ગાજે રે (૨),
શરણાયુંને નોબત વાગે (૨), શ્રી ગોવિંદલાલજી બિરાજે રે (૨) … શ્રીજીબાવા તો
હરખતી રે તારે દરબારે આવી, તું નથી સામું જોતો રે (૨),
ના રે જુએ તો તને વૈષ્ણવના સોગંધ (૨), ચરણોમાં શીશ નમાવું રે (૨)… શ્રીજીબાવા તો
કૃપાની દ્રષ્ટિએ જોયું નિહાળી, બાવરી બની હું ક્યારની રે (૨),
અંતર થી અડગા ના કરશો મારા વ્હાલા (૨), વાટલડી જોઉં છું ક્યારની રે, વ્હાલા વાટલડી જોઉં છું ક્યારની રે.. શ્રીજીબાવા તો
કૃષ્ણ ભંડાર એ તો અખૂટ ભંડાર છે, ટેરો નિકટ બહુ મોટો છે (૨),
લાખો આવે ને જાય મારા વ્હાલા (૨), લક્ષ્મીનો નહિ તોટો રે (૨) .. શ્રીજીબાવા તો
ઝાપટિયા તો ઝાપટ મારે, વૈષ્ણવના પાપ નિવારે રે (૨),
મેવા તણો ત્યાં પાર નથી વ્હાલા (૨), છડીદાર છડી પોકારે રે, વ્હાલા છડીદાર છડી પોકારે રે.. શ્રીજીબાવા તો
હઝાર હાથો વાળો ધણી જેને માથે, ચક્ર સુદર્શનધારી રે (૨),
બે હાથ વાળો શું રે કરશે મને, કૃપા કરો ગિરિધારી રે, વ્હાલા કૃપા કરો ગિરિધારી રે .. શ્રીજીબાવા તો
વૈષ્ણવને વ્હાલે બહી સુખ આપ્યું, ભક્તિ તાના દાન દીધા રે (૨),
ભક્તજનોને વ્હાલે દર્શન દીધા (૨), મારા સકલ પદારથ સીધા રે (૨).. શ્રીજીબાવા તો
Shrījībāvā to chhel chhabīlā, shrī govardhan giradhārī re,
Vraj chhoḍīne vhāle mevāḍ padhāryā (2), ajabakunvarīnā kāje re, vhālā ajabakunvarīnā kāje re .. Shrījībāvā to
Sinhaṇanā pāḷamān vase māro vhālo (2) , chhāparī nīche birāje re (2), vhālo chhāparī nīche birāje re .. Shrījībāvā to
Chār te chokanā vhāle mandir bandhāvyā, nishān dhajānā farake re (2),
Nikunjanā nāyak nīche ubhā chhe (2), joī joī manaḍun harakhe re, vhālā joī joī manaḍun harakhe re .. Shrījībāvā to
Pote te mahel banāvyo mārā vhālā, ūnche gaganamān gāje re (2),
Sharaṇāyunne nobat vāge (2), shrī govindalālajī birāje re (2) … Shrījībāvā to
Harakhatī re tāre darabāre āvī, tun nathī sāmun joto re (2),
Nā re jue to tane vaiṣhṇavanā sogandha (2), charaṇomān shīsh namāvun re (2)… Shrījībāvā to
Kṛupānī draṣhṭie joyun nihāḷī, bāvarī banī hun kyāranī re (2),
Antar thī aḍagā nā karasho mārā vhālā (2), vāṭalaḍī joun chhun kyāranī re, vhālā vāṭalaḍī joun chhun kyāranī re.. Shrījībāvā to
Kṛuṣhṇa bhanḍār e to akhūṭ bhanḍār chhe, ṭero nikaṭ bahu moṭo chhe (2),
Lākho āve ne jāya mārā vhālā (2), lakṣhmīno nahi toṭo re (2) .. Shrījībāvā to
Zāpaṭiyā to zāpaṭ māre, vaiṣhṇavanā pāp nivāre re (2),
Mevā taṇo tyān pār nathī vhālā (2), chhaḍīdār chhaḍī pokāre re, vhālā chhaḍīdār chhaḍī pokāre re.. Shrījībāvā to
Hazār hātho vāḷo dhaṇī jene māthe, chakra sudarshanadhārī re (2),
Be hāth vāḷo shun re karashe mane, kṛupā karo giridhārī re, vhālā kṛupā karo giridhārī re .. Shrījībāvā to
Vaiṣhṇavane vhāle bahī sukh āpyun, bhakti tānā dān dīdhā re (2),
Bhaktajanone vhāle darshan dīdhā (2), mārā sakal padārath sīdhā re (2).. Shrījībāvā to