You are Here: Home » Bhajan » Shri Vallabh » જય જય શ્રી વલ્લભ વ્હાલા
|

જય જય શ્રી વલ્લભ વ્હાલા

Jay Jay Shri Vallabh Vahala

[Total: 3 Average: 5]

જય જય શ્રી વલ્લભ વ્હાલા (૨),
નિત્ય લીલાથી પધાર્યા (૨), સાક્ષી લીલાના … જય જય શ્રી

અગ્નિકુંડથી પ્રગટ્યા ચંપારણ્ય મહી, પ્રભુ ચંપારણ્ય મહી,
અગ્નિ સ્વરૂપ છે આપનું (૨), ભક્ત વિરહ તાપે ..  જય જય શ્રી

બ્રમ્હસંબંધે જીવને વિરહનું દાન કરે, પ્રભુ વિરહનું દાન કરે,
ભાન કરાવે નિજનું, સ્વરૂપ દેખાડ્યું .. જય જય શ્રી

ચિંતા ટાળી જીવની, હરિ ચરણે સ્થાપી, પ્રભુ હરિ ચરણે સ્થાપી,
હરિ સેવા પધરાવી (૨), સેવા રીત શીખવી .. જય જય શ્રી

સાકાર બ્રહ્ન સિદ્ધ કરી જય ધ્વજ ફરરકાવ્યો, પ્રભુ જય ધ્વજ ફરરકાવ્યો,
મારગ વ્રજ ગોપીનો (૨), નુત્તન પ્રગટાવ્યો .. જય જય શ્રી

પુષ્ટિ પ્રવર્તક આપને કોટી વંદન કરીએ, પ્રભુ કોટી વંદન કરીએ,
વૈષ્ણવ ભાવે માંગે (૨), પદરજ ધન દયોને..  જય જય શ્રી

વિરહાનલથી સદા છો પરિપૂરણ અંગે, પ્રભુ પરિપૂરણ અંગે,
દાન સદાય વિરહનું (૨), ભક્તને આપો છો ..  જય જય શ્રી

દીન-દાસ હી તે કહ્યું , મંગલ સ્તવન મહી, પ્રભુ મંગલ સ્તવન મહી,
ચિંતા-સંતાપ હરનારી (૨), પદરજ વલ્લભની .. જય જય શ્રી



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *