નાનું સરખું ગોકુળિયું મારે
Nanu sarakhu Gokiliyu mare
નાનું સરખું ગોકુળિયું મારે, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે;
બ્રહ્માદિકને સ્વપ્ને નાવે, આહીરને દર્શન દીધું રે… નાનું સરખું ગોકુળિયું
ખટ્દર્શનમાં ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાને નાવે રે. ..(૨)
છાશ વલોવે નંદ ઘેર વા’લો, વૃંદાવન ધેનુ ચરાવે રે… નાનું સરખું ગોકુળિયું
વણ કીધે વા’લો વાર્તા કરે ને, પૂરણ બ્રહ્મ અવિનાશી રે ..(૨)
માખણ કાજ મહિયારી આગળ, ઊભો વદન વકાસી રે… નાનું સરખું ગોકુળિયું
બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે ..(૨)
નરસૈયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરખી દાસી રે… નાનું સરખું ગોકુળિયું
Nānun sarakhun gokuḷiyun māre, viṭhṭhale vaikunṭha kīdhun re;
Brahmādikane svapne nāve, āhīrane darshan dīdhun re… Nānun sarakhun gokuḷiyun
Khaṭdarshanamān khoḷyo n lādhe, munijanane dhyāne nāve re. ..(2)
Chhāsh valove nanda gher vā’lo, vṛundāvan dhenu charāve re… Nānun sarakhun gokuḷiyun
Vaṇ kīdhe vā’lo vārtā kare ne, pūraṇ brahma avināshī re ..(2)
Mākhaṇ kāj mahiyārī āgaḷa, ūbho vadan vakāsī re… Nānun sarakhun gokuḷiyun
Brahmādik jeno pār n pāme, shankar kare khavāsī re ..(2)
Narasaiyāno swāmī bhakta taṇe vasha, mukti sarakhī dāsī re… Nānun sarakhun gokuḷiyun