ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી
Bholire Bharavadan Harine Vechava Chali
ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી, …ભોળી,
અનાથ ના નાથને વેચે, આહીર ની નારી,
શેરીએ શેરીએ સાદ પાડે, લ્યો કોઈ મુરારી, …ભોળી,
મટુકી ઉતારી માંહે, મોરલી રે વાગી,
વ્રજનારી ને સહેજે જોતા, મૂરછા રે લાગી …ભોળી,
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતુક દેખે,
ચૌદ લોકના નાથને કાંઈ મટકીમાં દેખે,…ભોળી,
ગોવાલણીના ભાગે પ્રગટ્યા અંતરજામી,,
દાસલડાંને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી, ….ભોળી,
Bhoḷī re bharavāḍaṇ harīne vechavāne chālī,
Soḷ sahastra gopīno vhālo, maṭukīmān ghālī, …bhoḷī,
Anāth nā nāthane veche, āhīr nī nārī,
Sherīe sherīe sād pāḍe, lyo koī murārī, …bhoḷī,
Maṭukī utārī mānhe, moralī re vāgī,
Vrajanārī ne saheje jotā, mūrachhā re lāgī …bhoḷī,
Brahmādik indrādik sarakhā, kautuk dekhe,
Chaud lokanā nāthane kānī maṭakīmān dekhe,…bhoḷī,
Govālaṇīnā bhāge pragaṭyā antarajāmī,,
Dāsalaḍānne lāḍ laḍāve, narasainyāno swāmī, ….bhoḷī,