You are Here: Home » Bhajan » Shri Krishna » ચિત્ત તું શીદને ચિંતા ધરે
|

ચિત્ત તું શીદને ચિંતા ધરે

Chitt tu shidne chinta dhare

[Total: 18 Average: 3.9]

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે (૨)
સ્થાવર જંગમ જડ-ચેતનમાં  માયાનું બળ ઝટથી  ઠરે,
સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જનમ જનમના  પાપ ટળે .. ચિત્ત તું શીદને ચિંતા ધરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે (૨)
નવ રે માસ રહી ગર્ભમાં પ્રાણી, કૃષ્ણચંદ્રનું ધ્યાન ધરે,
માયાનું જ્યાં કર્યું આવરણ, લાખ ચોર્યાસી ફેરા ફરે .. ચિત્ત તું શીદને ચિંતા ધરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે (૨)
દોરી સૌની હરિને હાથે, એણે ભરાવ્યું એ ડગલું ભરે,
જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો તેનો સ્વર નીસરે ..  ચિત્ત તું શીદને ચિંતા ધરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે (૨)
તારું ધાર્યું થતું હોય તો સુખ સાચે ને દુઃખ હરે,
રાખ ભરોસો રાધાવરનો, જીવ હવે તું શીદને ડરે ..  ચિત્ત તું શીદને ચિંતા ધરે

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *