You are Here: Home » Bhajan » Shri Krishna » કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે
|

કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે

KrushnaJi Na NaamNi Tu Loot Looti Le

[Total: 6 Average: 3.8]

કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે (૨)

ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે, ગિરી ને ધરીને ગિરિધર એ કહાવે (૨),
ગોકુળના નાથનું તું નામ સ્મરી લે (૨), શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે .. કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે

દિવ્ય સ્વરૂપ આનંદ ના સાગર શ્રીનાથજી, નેહ જે વરસાવે એ  સ્નેહલ શ્રીનાથજી (૨),
પ્રેમ ને આનંદના તું રાસ રચી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે .. કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે

શ્રીજી નામ રટતા મનના દુઃખ દૂર થાય, નિત્ય હરિ છબી જોતા જીવ તરી જાય (૨),
એક તારિ શ્રીજીને પ્રણામ કરીલે,  શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે .. કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *