લાલા તને ઓળખ્યો હો રાજ
Lala Tane Odakhyo Ho Raaj
લાલા તારા સોના વર્ણા પાઘ, લાલા તારા રત્ન જડીત સાજ,
કંકુ વર્ણી પાનીએ લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તારા વાંકડિયા છે કેશ, લાલા તારા નમણા છે નેણ,
અણિયાળી આંખોએ (૨), લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તારા ગુલાબી છે ગાલ, લાલા તારું નમણું છે નાક,
તેજના લલાટે (૨), લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તું તો જાતો વૃંદાવન, લાલા તે તો ચારી ગોરી ગાય,
કાળી રે કામળીયે (૨), લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તું તો જાતો જમુના ઘાટ,લાલા તારી ગોપી જુએ વાટ,
રાસની રમઝટે (૨), લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તારી ચટકંતી ચાલ, લાલા તારી ભ્રકુટી વિશાળ,
ઝાંઝરને ઝમકારે (૨), લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તારે કાને કુંડળ રાજ, લાલા તારે માથે મુગટ સાજ,
મોર ને પીંછે રે (૨), લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તારા નંદજી છે તાત, લાલા તારા જશોદા છે માત,
અંતરની ઓળખાણે (૨), લાલા તને ઓળખ્યો હો રાજ
લાલા તું તો દાસી મંડળનો નાથ, લાલા મારો પકડી લેજો હાથ,
લાલાના દાર્શનીયે (૨), થઇ રહી છું નાથ .. (૩)
Lālā tārā sonā varṇā pāgha, lālā tārā ratna jaḍīt sāja,
Kanku varṇī pānīe lālā tane oḷakhyo ho rāja
Lālā tārā vānkaḍiyā chhe kesha, lālā tārā namaṇā chhe neṇa,
Aṇiyāḷī ānkhoe (2), lālā tane oḷakhyo ho rāja
Lālā tārā gulābī chhe gāla, lālā tārun namaṇun chhe nāka,
Tejanā lalāṭe (2), lālā tane oḷakhyo ho rāja
Lālā tun to jāto vṛundāvana, lālā te to chārī gorī gāya,
Kāḷī re kāmaḷīye (2), lālā tane oḷakhyo ho rāja
Lālā tun to jāto jamunā ghāṭa,lālā tārī gopī jue vāṭa,
Rāsanī ramajhaṭe (2), lālā tane oḷakhyo ho rāja
Lālā tārī chaṭakantī chāla, lālā tārī bhrakuṭī vishāḷa,
Zānjharane jhamakāre (2), lālā tane oḷakhyo ho rāja
Lālā tāre kāne kunḍaḷ rāja, lālā tāre māthe mugaṭ sāja,
Mor ne pīnchhe re (2), lālā tane oḷakhyo ho rāja
Lālā tārā nandajī chhe tāta, lālā tārā jashodā chhe māta,
Antaranī oḷakhāṇe (2), lālā tane oḷakhyo ho rāja
Lālā tun to dāsī manḍaḷano nātha, lālā māro pakaḍī lejo hātha,
Lālānā dārshanīye (2), thai rahī chhun nāth .. (3)