You are Here: Home » Bhajan » Shri Krishna » આજ રે મારાં નેણાં સફળ થયાં
|

આજ રે મારાં નેણાં સફળ થયાં

Aaj re mara nena safal thaya

[Total: 6 Average: 3.2]

આજ રે મારાં નેણાં સફળ થયાં, નાથ જોયાં મેં નીરખી, (૨)
સુંદર વદન એ નિહાળતાં, મારા હૃદયમાં હરખી….. આજ રે

જે મારા મનમાં જે હતું તે મારા વ્હાલા કીધું .. (૨)
પ્રેમેથી પિયુજી પધાર્યા રે, આલિંગન તો દીધું…. આજ રે

જોગીરે જંગમ સેવતા, તેના સપનામાં ન આવે; (૨)
ભાગ્ય ભલાં આ તો વ્રજનારનાં રે, હરિને લાડ તો લડાવે…. આજ રે

ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ; (૨)
ધન ધન જોને આ ભૂમિને, વ્હાલો રમિયા છે રાસ….. આજ રે

અંતરીક્ષથી સહુ દેવતા, ત્યાં જોવાને આવે; (૨)
થાળરે ભર્યો સગ મોતિડે રે , નાગર નરસૈંયો વધાવે….. આજ રે


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *