આજની ઘડી તે રળિયામણી
Aajni ghadi te radiyamani
આજની ઘડી તે રળિયામણી,
હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…આજની ઘડી.
આજની ઘડી તે રળિયામણી, (૨)
હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે …આજની ઘડી.
જી રે તરીયા તોરણ તે બંધાવિયા, (૨)
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયાં હો જી રે …આજની ઘડી.
જી રે લીલુડા વાંસ વઢાવીયે, (૨)
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે હો જી રે …આજની ઘડી.
પૂરો પૂરો સોહાગણ સાથિયો, (૨)
હે વ્હાલો આવે મલપતો હાથિયો હો જી રે …આજની ઘડી.
જી રે જમુનાના જળ મંગાવિયે, (૨)
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે હો જી રે .…આજની ઘડી.
સહુ સખીઓ મળીને વધાવીયે, (૨)
હે મારા વ્હાલાજી ના મંગળ ગવડાવીયે હો જી રે…આજની ઘડી.
જી રે તન-મન-ધન ઓવારિયે, (૨)
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે હો જી રે…આજની ઘડી.
જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો.
હે મેં તા નરસિંહનો સ્વામિ દીઠડો હો જી રે…આજની ઘડી.
Ājanī ghaḍī te raḷiyāmaṇī,
Hā re māro vhālojī āvyānī vadhāmaṇī jī re…ājanī ghaḍī.
Ājanī ghaḍī te raḷiyāmaṇī, (2)
Hā re māro vhālojī āvyānī vadhāmaṇī jī re …ājanī ghaḍī.
Jī re tarīyā toraṇ te bandhāviyā, (2)
He mārā vhālājīne motīḍe vadhāviyān ho jī re …ājanī ghaḍī.
Jī re līluḍā vānsa vaḍhāvīye, (2)
He mārā vhālājīno manḍap rachāviye ho jī re …ājanī ghaḍī.
Pūro pūro sohāgaṇ sāthiyo, (2)
He vhālo āve malapato hāthiyo ho jī re …ājanī ghaḍī.
Jī re jamunānā jaḷ mangāviye, (2)
He mārā vhālājīnā charaṇ pakhāḷiye ho jī re ….ājanī ghaḍī.
Sahu sakhīo maḷīne vadhāvīye, (2)
He mārā vhālājī nā mangaḷ gavaḍāvīye ho jī re…ājanī ghaḍī.
Jī re tana-mana-dhan ovāriye, (2)
He mārā vhālājīnī āratī utāriye ho jī re…ājanī ghaḍī.
Jī re ras vādhyo chhe ati mīṭhaḍo.
He men tā narasinhano swāmi dīṭhaḍo ho jī re…ājanī ghaḍī.