You are Here: Home » Bhajan » Shri Krishna » બાલુડા બાલકૃષ્ણ જોઈને આ મન મોહ્યું
|

બાલુડા બાલકૃષ્ણ જોઈને આ મન મોહ્યું

Baluda Balkrushn Joi ne aa man mohyu

[Total: 1 Average: 5]

બાલુડા બાલકૃષ્ણ જોઈને આ મન મોહ્યું, બાલુડા બાલકૃષ્ણ જોઈને
બાલુડા બાલકૃષ્ણ જોઈને આ મન મોહ્યું, બાલુડા બાલકૃષ્ણ જોઈને


આજ ગઇતી હું તો નંદભુવનમાં (2),
સુધબુધ સાન આવી ખોઈને, આ મન મોહ્યું .. બાલુડા

રાત દિવસ મને રટણ જ લાગ્યું (2),
કહેવાતું દુઃખ નથી કોઈને, આ મન મોહ્યું .. બાલુડા

ખાન-પાન ગાન-તાન કશું ગમતું જ નથી (2)
ઘરમાં ફરું છુ ઘેલી થઇને, આ મન મોહ્યું .. બાલુડા

લાલા લહેરીની ઘણી થઈછે આતુરતા, (2)
દર્શન વિનાએ હું તો રોઈને, આ મન મોહ્યું .. બાલુડા



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *