You are Here: Home » Bhajan » Shri Krishna » એક દિન જાઉં હરિના ધામમાં
|

એક દિન જાઉં હરિના ધામમાં

Ek din jau harina dham ma

[Total: 10 Average: 4.4]

એક દિન જાઉં હરિના ધામમાં (૨),
ચેતીને ચાલો સંસારમાં (૨) .. એક દિન જાઉં

જોજો એ દિવસ ઓચિંતો આવશે (૨),
રહેજો ગોવિંદના ગાનમાં (૨) .. એક દિન જાઉં

તેની ખબર સંદેશો નહિ આવે (૨),
નહિ તાર કે ટપાલમાં (૨) … એક દિન જાઉં

લેશે જવાબ ત્યાં પુણ્ય ને પાપનો (૨),
સમજીને લેજો ધ્યાનમાં (૨) .. એક દિન જાઉં

મારા-મારા જેને માની રહ્યા છો (૨),
કોઈ નહિ આવે કામમાં (૨) ..  એક દિન જાઉં

ભાથુ ભક્તિનું સાથે લઇ લેજો (૨),
જોજો ન ભૂલતા બેભાનમાં (૨) .. એક દિન જાઉં

દાસના દાસની એકજ છે વિનતી (૨),
રાખોને ચિત્ત રાધેશ્યામમાં (૨) .. એક દિન જાઉં


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *