You are Here: Home » Bhajan » Shri Krishna » હિંડોળે ઝૂલે નંદલાલ રે
|

હિંડોળે ઝૂલે નંદલાલ રે

Hindole Zule Nandlal Re

[Total: 6 Average: 4.3]

હિંડોળે ઝૂલે નંદલાલ રે. એને રાધા ઝુલાવે,
વ્હાલાને જોઈ આવે વ્હાલ રે, એને રાધા ઝુલાવે… હિંડોળે ઝૂલે નંદલાલ

માતા જશોદાએ શ્રીંગાર કરીયા, દશે આંગળીએ વારણાં લીધા,
મસ્તક સૂંઘીને ઓળ્યા વાળ રે, એને રાધા ઝુલાવે.. હિંડોળે ઝૂલે નંદલાલ

પહેરાવી પીળી પિતાંબરી, માથે મુગટ પગે પહેરાવી ઝાંઝરી,
કુમકુમ તિલક કીધું ભાલ રે,  એને રાધા ઝુલાવે… હિંડોળે ઝૂલે નંદલાલ


પ્રેમને હિંડોળે બાંધ્યા ચંપાના ફૂલડાં, ગુલાબ મોગરાના ફૂલ મજાના,
જાસુદના ફૂલ દીસે લાલ રે, એને રાધા ઝુલાવે.. હિંડોળે ઝૂલે નંદલાલ


હીરાનો હાર હૈયે લટકે, કમર કસી છે વ્હાલે કેસરિયા પટ થી,
મુખ પર મોરલી રસાળ રે, એને રાધા ઝુલાવે… હિંડોળે ઝૂલે નંદલાલ


આવી આવીને સહુ આરતી ઉતારતા, જય જય ના નાદ સૌ મંડળ ઉચ્ચારતા,
ગોવિંદ થઇ ગયો ન્યાલ રે,  એને રાધા ઝુલાવે… હિંડોળે ઝૂલે નંદલાલ


હિંડોળે ઝૂલે નંદલાલ રે. એને રાધા ઝુલાવે,
વ્હાલાને જોઈ આવે વ્હાલ રે, એને રાધા ઝુલાવે… હિંડોળે ઝૂલે નંદલાલ



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *