You are Here: Home » Bhajan » Shri Krishna » હું તો વારી રે ગિરિધર લાલ
|

હું તો વારી રે ગિરિધર લાલ

Hun to vari re Giridharlal tamara lataka ne

[Total: 8 Average: 3.9]

હું તો વારી રે ગિરિધર લાલ, તમારા લટકા ને,
બલિહારી રે નંદકુમાર, તમારા લટકા ને

લટકે ગોકુલ ગાય ચરાવી, લટકે વાંઢ્યો વંશ રે,
લટકે દાવાનળ ને પીધો, લટકે માર્યો કંસ, … તમારા લટકા ને,
હું તો વારી રે ગિરિધર લાલ …

લટકે ગિરી ગોવર્ધન તોડ્યો, લટકે પર્વત ધરી રે,
લટકે જળ જમુના માં પેઠા, લટકે નાથ્યો કાળી, … તમારા લટકા ને,
હું તો વારી રે ગિરિધર લાલ …

લટકે વામન રૂપ ધરીને, ઉભા બલી ને દ્વારે રે,
ત્રણ ચરણ પૃથ્વી જાચી ને, બલી ચાંપ્યો પાતાળ, … તમારા લટકા ને,
હું તો વારી રે ગિરિધર લાલ …

લટકે નરસિંહ રૂપ ધરી ને, પ્રહ્લલાદ ને ઉગાર્યો રે,
લટકે અસુરનું દર ઉખેડી, હિરણા કંસ વિદાર્યા, … તમારા લટકા ને,
હું તો વારી રે ગિરિધર લાલ …

લટકે રઘુવર રૂપ ધરી ને, પિતૃ આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણમાં રોળ્યો, લટકે સીતા વાળી, … તમારા લટકા ને,
હું તો વારી રે ગિરિધર લાલ …

એવા એવા લટકા છે ઘણે આ, લટકાં લાખ કરોડ રે,
લટકાળો રે મહેતા નરસૈ નો સ્વામી, હીડે મોઢામોઢ, … તમારા લટકા ને,
હું તો વારી રે ગિરિધર લાલ …


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *