You are Here: Home » Bhajan » Shri Krishna » જાગો જગાડે માતા જશોદા
|

જાગો જગાડે માતા જશોદા

Jago jagade mata Jashoda

[Total: 4 Average: 4.3]
  yasr-loader

જાગો જગાડે માતા જશોદા (૨)
લાડકવાયા લાલ જાગો, કૃષ્ણ કનૈયા…જાગો (૨)
સોનાને પારણે હીરની રે દોરી,લે છે ઓવારણાં જશોદામાડી
નંદબાવાના લાલ જાગો, કૃષ્ણ કનૈયા…જાગો જગાડે

વાણું રે વાયુ જાગો છોગાળા, સૂની છે ગાય ને સૂના ગોવાળિયા
ધેનુના રખેવાળ જાગો, કૃષ્ણ ગોવાળિયા…જાગો જગાડે

લાડકડાની લરડીને ત્યાગો, જાગીને માખણ મિસરી માંગો
ગોકુલના ગોવાળ જાગો, કૃષ્ણ કનૈયા…જાગો જગાડે

ઘેંસ ને ઘેબર ભાવે જમાડું, ગવરી ગાયના દૂધ પીવડાવું
વાટ જોવે વ્રજનાર જાગો, કૃષ્ણ કનૈયા…જાગો જગાડે

જમુનાને કાંઠે ગોપીઓની સાથે, શ્રીકૃષ્ણ રમજો રાત પ્રભાતે
ઝબકી દિનદયાળ જાગો, કૃષ્ણ કનૈયા…જાગો જગાડે
જાગો જગાડે માતા જશોદા (૨)


Jāgo jagāḍe mātā jashodā (2)
Lāḍakavāyā lāl jāgo, kṛuṣhṇa kanaiyā…jāgo (2)
Sonāne pāraṇe hīranī re dorī,le chhe ovāraṇān jashodāmāḍī
Nandabāvānā lāl jāgo, kṛuṣhṇa kanaiyā…jāgo jagāḍe

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *