You are Here: Home » Bhajan » Shri Krishna » કૃષ્ણ કૃષ્ણ પોકાર કરીને
|

કૃષ્ણ કૃષ્ણ પોકાર કરીને

Krushna Krushna Pokar Karine

[Total: 5 Average: 5]

શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ
શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ


કૃષ્ણ કૃષ્ણ પોકાર કરીને (૨) ફરવું આઠો યામ
રહેવું મારે આ સંસારે રટીને કૃષ્ણનું નામ… બોલો  શ્રી કૃષ્ણ: શરણં મમ
નાતો મારો શામળિયા સંગ (૨), દુનિયાનું શું કામ .. રહેવું મારે આ સંસારે

ખોટા નાણાં  સંસારના પળમાં લૂંટાઈ જાય (૨),
કૃષ્ણ પ્રેમની નિરાંત સાચી, જીવન છલકાઈ જાય,
કૃષ્ણ નામની ધુમ મચાવી (૨), ફરવું ગામેગામ .. રહેવું મારે આ સંસારે

જુઠો નાતો સંસારીનો, પળભરમાં વિસરાય (૨),
કૃષ્ણનામથી નાતો બાંધે ભાવની ભાવટ જાય,
કૃષ્ણનામમાં મસ્ત બનીને (૨), પીવા પ્રેમના જામ .. રહેવું મારે આ સંસારે

શામળિયા સંગ બાંધ્યો નાતો, હવે નહિ તોડાય (૨),
પાલવ પકડ્યો રાધાવરનો, કેમ કરી છોડાય,
કહે “નીતા” મુજ પ્રેમે પામ્યો, શ્યામ ચરણે વિરામ .. રહેવું મારે આ સંસારે



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *