કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે
KrushnaJi Na NaamNi Tu Loot Looti Le
કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે (૨)
ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે, ગિરી ને ધરીને ગિરિધર એ કહાવે (૨),
ગોકુળના નાથનું તું નામ સ્મરી લે (૨), શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે .. કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે
દિવ્ય સ્વરૂપ આનંદ ના સાગર શ્રીનાથજી, નેહ જે વરસાવે એ સ્નેહલ શ્રીનાથજી (૨),
પ્રેમ ને આનંદના તું રાસ રચી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે .. કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે
શ્રીજી નામ રટતા મનના દુઃખ દૂર થાય, નિત્ય હરિ છબી જોતા જીવ તરી જાય (૨),
એક તારિ શ્રીજીને પ્રણામ કરીલે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે .. કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે
Kṛuṣhṇajī nā nāmanī tun lūnṭa lūnṭī le, shrījīnā charaṇe jaī beḍo pār karī le (2)
Dhyān dhare ene prabhu jnyān apāve, girī ne dharīne giridhar e kahāve (2),
Gokuḷanā nāthanun tun nām smarī le (2), shrījīnā charaṇe jaī beḍo pār karī le .. Kṛuṣhṇajī nā nāmanī tun lūnṭa lūnṭī le
Divya svarūp ānanda nā sāgar shrīnāthajī, neh je varasāve e snehal shrīnāthajī (2),
Prem ne ānandanā tun rās rachī le, shrījīnā charaṇe jaī beḍo pār karī le .. Kṛuṣhṇajī nā nāmanī tun lūnṭa lūnṭī le
Shrījī nām raṭatā mananā duahkha dūr thāya, nitya hari chhabī jotā jīv tarī jāya (2),
Ek tāri shrījīne praṇām karīle, shrījīnā charaṇe jaī beḍo pār karī le .. Kṛuṣhṇajī nā nāmanī tun lūnṭa lūnṭī le