You are Here: Home » Bhajan » Shri Krishna » મહિડા મથવાને ઉઠ્યા જશોદા રાણી
|

મહિડા મથવાને ઉઠ્યા જશોદા રાણી

Mahida Mathwa ne Uthya Yashoda Rani

[Total: 3 Average: 3.7]
  yasr-loader

મહિડા મથવાને ઉઠ્યા જશોદા રાણી, વિસામો દેવાને ઉઠ્યા સારંગપાણિ … (૨)

માતા રે જશોદા તારા મહિડા વલોવું .. (૨)
બીશોમાં માતાજી ગોળી નહિ ફોડું .. (૨)
ધ્રુજ્યો મેરુ ને એને ધ્રાસ્કો રે લાગ્યો, રવૈયો કરશે તો નિષેચય હું ભાંગ્યો .. (૨)

વાસુકી ભણે મારી શી પેર થાશે (૨)
નેતરું કરશે તો જીવણ જાશે, (૨)
મહાદેવ ભણે મારી શી વલે થાશે, હવે નું હળાહળ કેમ રે પીવાશે.. (૨)

બ્રમ્હા ઇંદ્રાદિક લાગ્યા રે પાય (૨))
નેતરૂ મૂકો તમે ગોકુળરાય (૨)
જશોદાજી કહે હું તો નવનીત પામી, ભક્તવત્સલ મળ્યો નરસૈયાનો સ્વામી.. (૨)


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *