You are Here: Home » Bhajan » Shri Krishna » મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે
|

મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે

Me To Paheryu Panetar sundar Shyam

[Total: 7 Average: 4.4]

મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે (૨)
મારા અંગે ઘરેણું એના નામનું રે (૨) .. મેં તો પહેર્યું પાનેતર

મારો શામળિયો છે સ્વામી, હું તો મહાસુખડાને પામી (૨)
એના વટમાં કાંઈ ન ખામી, મારી જુગટે જોડી જામી (૨)
ચૂડલો એના નામનો પહેરી થઇ સોહાગણ નારી (૨)
મેં તો શોધ્યું સાસરિયું ગોકુળ ગામનું રે .. મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે

હું તો પરણી પ્રીતમ પ્યારો, મારો સફળ થયો જન્મારો (૨),
મારા રુદિયામાં રમનારો, મનમોહન મુરલીવાળો (૨),
નાવલિયાથી નાતો બાંધ્યો, થઇ ગઈ પ્રેમ દીવાની (૨) .. મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે

મારી જીવન જ્યોતિ જાગી, મારી ભવની ભાવટ ભાંગી (૨),
લટકાળાને લટકે, હું તો વારણિયા લઉં વારી (૨),
ભક્તો સાથે સગપણ કીધું, થઇ ગઈ પ્રેમદીવાની (૨) .. મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *