મેં તો તારું નામ લીધું છે
Me To Taru Naam Lidhu Chhe
શ્વાસ ની આ તો આવન જાવન (૨), એને તારું નામ લીધું છે,
મેં તો તારા હોઠનું અમૃત, આંખ ભરીને એમ પીધું છે, મેં તો તારું નામ લીધું છે.. શ્વાસ ની આ તો આવન જાવન
આ મારો છે ભાવ સમંદર (૨), ભાવ કહો કે ભક્તિ,
અમને તો બસ એ ખબર છે, પાગલ છે આ શક્તિ,
હજાર તારા નામ હરિવર (૨), મારુ નામ તો સાવ સીધું છે.. મેં તો તારું નામ લીધું છે.. શ્વાસ ની આ તો આવન જાવન
મીરા કહો કે કહો રાધિકા, કહો મને કોઈ ગોપી (૨),
મેં તો તારા નામમાં મારી માયા ને આટોપી,
મન મલાજો છોડી દઈને (૨), નહિ કહેવાનું તને કીધું છે.. મેં તો તારું નામ લીધું છે.. શ્વાસ ની આ તો આવન જાવન
Śvāsa nī ā tō āvana jāvana (2), ēnē tāruṁ nāma līdhuṁ chē,
mēṁ tō tārā hōṭhanuṁ amr̥ta, āṅkha bharīnē ēma pīdhuṁ chē, mēṁ tō tāruṁ nāma līdhuṁ chē.. Śvāsa nī ā tō āvana jāvana
ā mārō chē bhāva samandara (2), bhāva kahō kē bhakti,
amanē tō basa ē khabara chē, pāgala chē ā śakti,
hajāra tārā nāma harivara (2), māru nāma tō sāva sīdhuṁ chē.. Mēṁ tō tāruṁ nāma līdhuṁ chē.. Śvāsa nī ā tō āvana jāvana
mīrā kahō kē kahō rādhikā, kahō manē kō’ī gōpī (2),
mēṁ tō tārā nāmamāṁ mārī māyā nē āṭōpī,
mana malājō chōḍī da’īnē (2), nahi kahēvānuṁ tanē kīdhuṁ chē.. Mēṁ tō tāruṁ nāma līdhuṁ chē.. Śvāsa nī ā tō āvana jāvana