You are Here: Home » Bhajan » Shri Krishna » મેહુલો ગાજે ને માધવ નાચે
|

મેહુલો ગાજે ને માધવ નાચે

Mehulo Gaje ne Madhav Nache

[Total: 5 Average: 2.4]

મેહુલો ગાજે ને માધવ નાચે, (૨)
રૂમઝૂમ બાજે પાયે ઘૂઘરડી, (૨)
તાલ પખાજ બજાવે રે ગોપી, (૨)
કૃષ્ણ બજાવે વેણુ વાંસલડી રે (૨). .. મેહુલો ગાજે

પહેરણ ચરણા ને ચીર ચૂંદલડી, (૨)
ઓઢણ આછી લોબરડી, (૨)
દાદુર, મોર, બપૈયા રે બોલે, (૨)
મધુરી શી બોલે પેલી કોયલડી. .. મેહુલો ગાજે

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ, (૨)
ધન્ય વૃંદાવનમાં અવતાર રે; (૨)
ધન્ય નરસૈયાની જીભલડીને, (૨)
જેણે ગાયો રાગ મલ્હાર રે (૨) .. મેહુલો ગાજે

મેહુલો ગાજે ને માધવ નાચે….


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *