You are Here: Home » Bhajan » Shri Krishna » મીઠા મીઠા નાદ વેણુના દુરથી
|

મીઠા મીઠા નાદ વેણુના દુરથી

Mitha Mitha Naad Venuna Durthi

[Total: 18 Average: 4.3]

મીઠા મીઠા, હાં મીઠા મીઠા, નાદ વેણુના દુરથી,
આવી આવીને મારે કાને અથડાય … મીઠા મીઠા

નંદનો કિશોર પેલો, માખણનો ચોર ઘેલો (૨)
ગાયોને ચારવા વનમાં જાય
માથે મુગુટ એને મોરપિચ્છ શોભતું (૨)
ફૂલોના ઝુમખા કાને લહેરાય .. મીઠા મીઠા


મુકી મુકી ઘર કામ સહુ ગોપીઓ (૨),
વૃંદા તે વનમાં દોડી દોડી જાય,
કામ કાજમાં પેલું ચિતડું ન ચોંટતું (૨),
વેણુના નાદમાં મનડું મોહાય …  મીઠા મીઠા

છમ છમા છમ ઘૂઘરીઓ વાગતી (૨),
ઢોલક ને ઝાંઝ સંગ વાગે પખવાજ,
એક તાળી એક તાળી દઈને સહુ નાચતા (૨),
ગોપીને ગોપ આજ ભુલ્યા છે ભાન…  મીઠા મીઠા

પુનમનો ચાંદલીયો  શોભે આકાશમાં (૨),
જોઈ જોઈને કાન કેવા હરખાય,
આસપાસ નાચતી ઘેલી થઇ ગોપીયો (૨),
વચમાં રાધા ને કાન કેવા સોહાય,
દાસ દયા ના સ્વામી શામળીયા (૨)
ગાયોને ચારવા વનમાં જાય…  મીઠા મીઠા



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *