You are Here: Home » Bhajan » Shri Krishna » મોહન મારો આવે છે
|

મોહન મારો આવે છે

Mohan Maro Aave Chhe

[Total: 10 Average: 3.8]

જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે (૨),
એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે (૨) .. જુઓ મંગળ ઘંટ

નયનથી નીરખું નહિ પણ નિકટ લાગે નાથ (૨),
દુર કદી એ લાગે નહિ જ્યાં, એના નામનો નિત્ય સંગાથ, મોહન મારો આવે છે
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે
એના રુમઝુમ નુપુર થાય, મોહન મારો આવે છે
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે

ભુલી પડેલી બંસરી ને અધર ધરવા કાજ (૨),
મોર મુગુટ ધરી આવશે એ, મારી છોડવવા લોક-લાજ, મોહન મારો આવે છે,
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે,
હું રે શું કરું નવ સમજાય, મોહન મારો આવે છે,
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે,
મારા અણુ એ અણુ ગીત ગાય, મોહન મારો આવે છે,
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે

હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર (૨),
કરુણા કરી સંગે ખેલશે એ, મારો ધન્ય થશે અવતાર, મોહન મારો આવે છે
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે
આંખે આંસુ ચોધાર છલકાય, મોહન મારો આવે છે
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે
એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે (૨) .. જુઓ મંગળ ઘંટ

Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe (2),
Enī swārīnā paḍaghā sanbhaḷāya, mohan māro āve chhe (2) .. Juo mangaḷ ghanṭa

Nayanathī nīrakhun nahi paṇ nikaṭ lāge nāth (2),
Dur kadī e lāge nahi jyān, enā nāmano nitya sangātha, mohan māro āve chhe
Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe
Enā rumazum nupur thāya, mohan māro āve chhe
Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe

Bhulī paḍelī bansarī ne adhar dharavā kāj (2),
Mor muguṭ dharī āvashe e, mārī chhoḍavavā loka-lāja, mohan māro āve chhe,
Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe,
Hun re shun karun nav samajāya, mohan māro āve chhe,
Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe,
Mārā aṇu e aṇu gīt gāya, mohan māro āve chhe,
Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe

Hṛudayanāth padhārashe muj malin mandir dvār (2),
Karuṇā karī sange khelashe e, māro dhanya thashe avatāra, mohan māro āve chhe
Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe
Ānkhe ānsu chodhār chhalakāya, mohan māro āve chhe
Juo mangaḷ ghanṭa suṇāya, mohan māro āve chhe
Enī swārīnā paḍaghā sanbhaḷāya, mohan māro āve chhe (2) .. Juo mangaḷ ghanṭa

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *