મોરપીંછની રજાઈ ઓઢી
Morpichh Ni Rajai Odhi
મોરપીંછની રજાઈ ઓઢી, તમે સૂઓને શ્યામ,
અમને થાય પછી આરામ…
મુરલીના સૂરનાં ઓશીકાં, રાખો અડખે-પડખે,
તમે નીંદમાં કેવા લાગો, જોવા ને જીવ વલખે,
રાત પછી તો રાતરાણી થઇ, મ્હેકી ઊઠે આમ.. મોરપીંછની રજાઈ ઓઢી
અમે તમારા સપનામાં તો, નક્કી જ આવી ચડાશું,
આંખ ખોલીને જોશો ત્યારે, અમે જ નજરે પડશું,
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં, ઝળહળભર્યો દમામ .. મોરપીંછની રજાઈ ઓઢી
Mōrapicchanī rajā’ī ōḍhī, tamē sū’ōnē śyāma,
amanē thāya pachī ārāma…
muralīnā sūranāṁ ōśīkāṁ, rākhō aḍakhē-paḍakhēm,
tamē nīndamāṁ kēvā lāgō, jōvā nē jīva valakhē,
rāta pachī tō rātarāṇī tha’i, mhēkī ūṭhē āma.. Mōrapicchanī rajā’ī ōḍhī
amē tamārā sapanāmāṁ tō, nakkī ja āvī caḍāśuṁ,
āṅkha khōlīnē jōśō tyārē, amē ja najarē paḍaśuṁ,
nidrā-tandrā-jāgr̥timāṁ, jhaḷahaḷabharyō damāma.. Mōrapicchanī rajā’ī ōḍhī