You are Here: Home » Bhajan » Shri Krishna » નાગર નંદજીના લાલ
|

નાગર નંદજીના લાલ

Nagar Nandjina lal raas ramanta

[Total: 4 Average: 4]

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથણી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ (૨)
રાસ રમંતાં મારી નથણી ખોવાણી.
મારી નથણી ખોવાણી (૨) .. નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા, (૨)
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
મારી નથણી ખોવાણી (૨) .. નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય, (૨)
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
મારી નથણી ખોવાણી (૨) .. નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર (૨)
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર
મારી નથણી ખોવાણી (૨) .. નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર, (૨)
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
મારી નથણી ખોવાણી (૨) .. નાગર નંદજીના લાલ !

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *