You are Here: Home » Bhajan » Shri Krishna » રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
|

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

Ram sabhama ame ramava gyata

[Total: 8 Average: 4.1]

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરી રસ પીધો રે .. રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

પહેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે રંગ હેલી રે, (૨)
ત્રીજો પ્યાલો રે મારાં રોમે-રોમે વ્યાપ્યો, ચોથે પ્યાલે થઈ ઘેલી રે …રામ સભામાં

રસ બસ થઇ રંગ રસિયા સાથે, વાત ન સુઝે બીજી વાટે રે, (૨)
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે, તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં રે, (૨)
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, દાસીને પરમ સુખ દીધા રે … રામ સભામાં


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *