You are Here: Home » Bhajan » Shri Krishna » રૂડી ને રઢિયાળી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
|

રૂડી ને રઢિયાળી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

Rudi ne radhiyali re, vhala tari vansali re lol

[Total: 4 Average: 5]

રૂડી ને રઢિયાળી રે, વ્હાલા તારી વાંસળી રે લોલ,
મીઠીને મધુરી રે, વ્હાલા તારી મોરલી રે લોલ

વાંસલડી મારે, મંદિરિયે સંભળાય જો,
પાણીડાંની મશે રે, જીવણ જોવા નીસરી રે લોલ

બેડાં મેલ્યા, માન સરોવર પાળ જો,
ઈંઢોળી વળગાડી રે, આંબલિયાની ડાળીયે રે લોલ

ગોપી રે હાલ્યા, વનરા તે વનની મોઝાર જો,
કાનવર કોડીલા રે, કેડો મારો રોકી ઊભા રે લોલ

કેડો મેલો, પાતળિયા ભગવાન રે,
સાસુડી હઠીલી મારી, નણદલ મેણાં મારશે રે લોલ

વાગે તારા, ઝાંઝરનો ઝણકાર જો,
હળવા હળવા હાલે રે, રાણી તમે રાધિકા રે લોલ

જીવડો મારો, આકુળ વ્યાકુળ થાય જો,
અહિયાં કોઈએ દીઠાં રે, કામણગારા કાનને રે લોલ

નીરખી નીરખી, થઈ છું હું તો ન્યાલ જો,
નરસૈંયાના સ્વામી રે, બાયું અમને
ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસળી રે લોલ,
રૂડી ને રઢિયાળી રે, વ્હાલા તારી વાંસળી રે લોલ,
મીઠીને મધુરી રે વ્હાલા તારી મોરલી રે લોલ



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *