You are Here: Home » Bhajan » Shri Krishna » સાચું રે બોલોને મારા શ્યામ રે
|

સાચું રે બોલોને મારા શ્યામ રે

Sachu re bolo ne mara Shyam re

[Total: 1 Average: 5]

સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડા, મોરલી રે વાળા રે… (૨)

કઇં રે રાણી એ અમને ભોળવીયાને રે, (૨)
વળી કઇં રે મળીતીં કામણગારી રે, મોરલી રે વાળા રે.
સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે

[આ ટુંક ઓડિયોમાં નથી]
રાણી રે રાધાજીએ અમને ભોળવીયા ને રે,
ઓલી કુબજા મળીતી કામણગારી રે, મોરલી રે વાળા રે.
સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે

પ્રભુ તમારા કારણે મેં તો માતા-પીતા છોડ્યા ને રે… (૨)
એવી છોડીને સંસાર કેરી માયા રે, મોરલી રે વાળા રે.
સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે

પ્રભુ તમારા વીના ના મારો જીવડો રે જલશે રે… (૨)
એવી તરસે મારી કાયા રે, મોરલી રે વાળા રે.
સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે

બાઈ રે મીરા ગાવે, ગિરિધર ના ગુણ રે … (૨),
એવા વર તો શામળીયાને વરીયે રે, મોરલી રે વાળા રે.
સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે


Sāchun re bolone mārā shyām re, kānuḍā, moralī re vāḷā re… (2)

Kain re rāṇī e amane bhoḷavīyāne re, (2)
Vaḷī kain re maḷītīn kāmaṇagārī re, moralī re vāḷā re. Sāchun re bolone mārā shyām re, kānuḍāne, moralī re vāḷā re

[Not in Audio Clip]
Rāṇī re rādhājīe amane bhoḷavīyā ne re,
Olī kubajā maḷītī kāmaṇagārī re, moralī re vāḷā re. Sāchun re bolone mārā shyām re, kānuḍāne, moralī re vāḷā re

Prabhu tamārā kāraṇe men to mātā-pītā chhoḍyā ne re… (2)
Evī chhoḍīne sansār kerī māyā re, moralī re vāḷā re. Sāchun re bolone mārā shyām re, kānuḍāne, moralī re vāḷā re

Prabhu tamārā vīnā nā māro jīvaḍo re jalashe re… (2)
Evī tarase mārī kāyā re, moralī re vāḷā re. Sāchun re bolone mārā shyām re, kānuḍāne, moralī re vāḷā re

Bāī re mīrā gāve, giridhar nā guṇ re … (2),
Evā var to shāmaḷīyāne varīye re, moralī re vāḷā re. Sāchun re bolone mārā shyām re, kānuḍāne, moralī re vāḷā re

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *