You are Here: Home » Bhajan » Shri Krishna » શ્રી ભાગવતજી નો આંબો
|

શ્રી ભાગવતજી નો આંબો

Shree Bhagvatji no Ambo

[Total: 3 Average: 5]

Voice of Shee Bhaiji Ramesh Oza

Voice of Shree ViranchiPrasad Shahtriji (Tilakwada)

આંબો અખંડ ભુવન થી ઉતર્યો (૨)
વ્રજભૂમિ માં આંબાનો વાસ, સખી રે આંબો રોપીયો, (૨)

આંબે વસુદેવજી એ બીજ વાવીયા (૨),
હુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપીયો (૨)

આંબે જશોદાજી એ જળ સિંચીયા (૨)
નંદ-ગોપ આંબા ના રખવાળ, સખી રે આંબો રોપીયો (૨)

બ્રહ્માજી એ તે ચાર પત્ર લખ્યાં (૨),
મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપીયો (૨)

વ્યાસ મુનિ એ તે ચાર પત્ર કર્યા (૨),
તેના નવખંડમાં છે નામ, સખી રે આંબો રોપીયો (૨)

આંબો ધૃવ પ્રહલાદે અનુભવ્યો (૨),
તેની સેવનારી છે વ્રજનાર, સખી રે આંબો રોપીયો (૨),

દ્વાદશ સ્કંધ આંબા ના થડ થયા (૨)
ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ડાળ, સખી રે આંબો રોપીયો (૨)

અઢાર હજાર શ્લોક ના આંબે તીર થયા (૨),
પોણો સો લક્ષ અક્ષર આંબે પાન, સખી રે આંબો રોપીયો (૨)

પ્રકરણ તેંતાલીસ ના આંબે ઝુમખા (૨),
શ્રીમદ ભાગવત આંબાના ફળ, સખી રે આંબો રોપીયો (૨)

કલ્પવૃક્ષ લઇ આંબો દુઝિયો (૨)
એની ચૌદ ભુવન માં છે છાંય, સખી રે આંબો રોપીયો (૨)

તે ફળ શ્રી શુકદેવજી વેડીને લઇ ગયા (૨),
પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો રોપીયો (૨)

તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રાવણ માં (૨),
ખરો અનુગ્રહ નો આધાર, સખી રે આંબો રોપીયો (૨)

સાત દિવસ માં શ્રી કૃષ્ણ પદ મળ્યું (૨),
જય શ્રી પુરષોત્તમ અભિરામ, સખી રે આંબો રોપીયો (૨)

આંબો ગાથ શીખે ને સાંભળે (૨),
તેનો ચરણ કમલ માં વાસ, સખી રે આંબો રોપીયો (૨)


Ānbo akhanḍa bhuvan thī utaryo (2)
Vrajabhūmi mān ānbāno vāsa, sakhī re ānbo ropīyo, (2)

Ānbe vasudevajī e bīj vāvīyā (2),
Huvā devakījī kṣhetra prakāsha, sakhī re ānbo ropīyo (2)

Ānbe jashodājī e jaḷ sinchīyā (2)
Nanda-gop ānbā nā rakhavāḷa, sakhī re ānbo ropīyo (2)

Brahmājī e te chār patra lakhyān (2),
Muni nārade kīdhī chhe jāṇa, sakhī re ānbo ropīyo (2)

Vyās muni e te chār patra karyā (2),
Tenā navakhanḍamān chhe nāma, sakhī re ānbo ropīyo (2)

Ānbo dhṛuv prahalāde anubhavyo (2),
Tenī sevanārī chhe vrajanāra, sakhī re ānbo ropīyo (2),

Dvādash skandha ānbā nā thaḍ thayā (2)
Traṇaso pāntrīs adhyāya chhe ḍāḷa, sakhī re ānbo ropīyo (2)

Aḍhār hajār shlok nā ānbe tīr thayā (2),
Poṇo so lakṣha akṣhar ānbe pāna, sakhī re ānbo ropīyo (2)

Prakaraṇ tentālīs nā ānbe zumakhā (2),
Shrīmad bhāgavat ānbānā faḷa, sakhī re ānbo ropīyo (2)

Kalpavṛukṣha lai ānbo duziyo (2)
Enī chaud bhuvan mān chhe chhānya, sakhī re ānbo ropīyo (2)

Te faḷ shrī shukadevajī veḍīne lai gayā (2),
Parīkṣhit beṭhā chhe gangāne tīra, sakhī re ānbo ropīyo (2)

Te ras reḍyo parīkṣhitanā shrāvaṇ mān (2),
Kharo anugrah no ādhāra, sakhī re ānbo ropīyo (2)

Sāt divas mān shrī kṛuṣhṇa pad maḷyun (2),
Jaya shrī puraṣhottam abhirāma, sakhī re ānbo ropīyo (2)

Ānbo gāth shīkhe ne sānbhaḷe (2),
Teno charaṇ kamal mān vāsa, sakhī re ānbo ropīyo (2)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *