You are Here: Home » Bhajan » Shri Krishna » શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
|

શ્યામ તારી વાંસલડી મારે બનવું છે

Shyam tari vansaldi mare banvu chhe

[Total: 1 Average: 5]

શ્યામ તારા અધરોની સાથે મારે રમવું છે (૨),
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
સુર છેડે તું, મારે સંગીત થઈને રેલાવું છે (૨) .. શ્યામ તારી વાંસલડી

માથે પધરાવ તું તારી અલક લટોમાં રમવું છે (૨),
તારુંતે મોરપીંછ શ્યામ મારે બનવું છે (૨),
નયનોમાં તારા મારે વીજ થઈને વસવું છે (૨),
એવી તારી આંખોનું કાજળ મારે બનવું છે (૨).. શ્યામ તારી વાંસલડી

નર્તનમાં તારા ક્યારેક છમ-છમ થઈને બજવું છે (૨)
એવા તારા ચરણોનું ઝાંઝર મારે બનવું છે (૨),
તુજને વીંટળાઈ રહું, સદા અંગ લહેરાઈ રહું (૨),
વીજળીશું પીળું પીતાંબર મારે બનવું છે (૨) … શ્યામ તારી વાંસલડી

કરમાં ઝલાઈ રહું, કાવ્યો રચાઈ રહું (૨),
“નીતાની” એવી રસીલી કલામ બનવું છે (૨),
શ્યામ તારી માધુરી વાંસલડી મારે બનવું છે (૨) .. શ્યામ તારા અધરોની



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *