You are Here: Home » Bhajan » Shri Krishna » શ્યામ તારી વાંસળીના સુર તો રેલાવ
|

શ્યામ તારી વાંસળીના સુર તો રેલાવ

Shyam tari Vansdina surto relaav

[Total: 2 Average: 5]

શ્યામ તારી વાંસળીના સુર તો રેલાવ (૨),  હે મારે ગોપી બની રાસે રમવું છે (૨)
શ્યામ તારા રંગમાં તું મુજને રંગાવ (૨), હે તારી શ્યામળતામાં મન મારુ મોહ્યું છે (૨)

યમુના કાંઠે કુંજગલીમાં નિત્ય મારે મહાલવું, વૃંદાવનના વૃક્ષે વૃક્ષે તુજને પોકારવું (૨)
આંખનો ઈશારો કરી મુજને બોલાવ (૨), હે તારી ધુનમાં મારે મસ્ત બની  ફરવું છે (૨) .. શ્યામ તારી વાંસળીના સુર તો રેલાવ

સ્મરણ તારી લીલાનું નિત્ય મારે કરવું, નામ તારું રટતા રટતા તુજ પાછળ ફરવું (૨),
ઘુઘરી તારા ઝાંઝરની થોડી ઝમકાવ (૨), હે મારે ચરણોમાં નિત્ય તારા રહેવું છે (૨).. શ્યામ તારી વાંસળીના સુર તો રેલાવ

પ્રેમે તારા પાગલ થઇ સંસારે રહેવું, “નીતા” ઓવારે જીવન બીજું શું કહેવું (૨),
મુગટ કેરા મોરપીંછ સહેજે ફરકાવ (૨), હે તારું રૂપ મારા રુદિયામાં ધરવું છે (૨).. શ્યામ તારી વાંસળીના સુર તો રેલાવ



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *