વારી વારી વારણા, લઉં તમારા શ્યામળા
Vaari Vaari Vaarna Lau Tamara
વારી વારી વારણા, લઉં તમારા શ્યામળા (૨),
નિત્ય નિત્ય દર્શન થાય, એ વ્હલા, નિત્ય નિત્ય દર્શન થાય,
મંગલ શુભ દિન આજનો.. વારી વારી વારણા
મથુરામાં પ્રગટ્યા વ્હાલા ગોકુલ પધાર્યા (૨),
આનંદ નંદજીને દ્વાર, એ વ્હલા, આનંદ નંદજીને દ્વાર,
દહીં હળદરના જ્યાં ઉડે છે છાંટળા (૨),
નાચે ગોપ ને ગોવાળ, મંગલ શુભ દિન આજનો.. વારી વારી વારણા
જશોદા ઝુલાવે બાબા નંદ ઝુલાવે (૨),
માનુની મંગલ ગાય, એ વ્હલા, માનુની મંગલ ગાય,
નંદ જશોદાના લાડ લાડીલા (૨),
ગોપીઓના હૈયાનો હાર, મંગલ શુભ દિન આજનો.. વારી વારી વારણા
શ્રી વલ્લભના સ્વામી શામળિયા (૨),
ભક્ત વત્સલ ભગવાન, એ વ્હાલા, ભક્ત વત્સલ ભગવાન,
શ્યામ સુંદર શ્રી હરિ ઉપર (૨),
સર્વસ્વ જાઉં બલિહાર, મંગલ શુભ દિન આજનો.. વારી વારી વારણા
ધૂન
જય જય બોલો શ્રી બાળ કૃષ્ણ લાલ કી જય (૨)
નંદલાલ કી જય, ગોપાલ કી જય (૨), જય જય બોલો…
જય નંદલાલ કી, જય ગિરિધર ગોપાલ કી, જય બાલકૃષ્ણ લાલ કી, જય ગિરિધર ગોપાલ કી (૨)
જય જય બોલો શ્રી બાળ કૃષ્ણ લાલ કી જય (૨)
Vārī vārī vāraṇā, laun tamārā shyāmaḷā (2),
Nitya nitya darshan thāya, e vhalā, nitya nitya darshan thāya,
Mangal shubh din ājano.. Vārī vārī vāraṇā
Mathurāmān pragaṭyā vhālā gokul padhāryā (2),
Ānanda nandajīne dvāra, e vhalā, ānanda nandajīne dvāra,
Dahīn haḷadaranā jyān uḍe chhe chhānṭaḷā (2),
Nāche gop ne govāḷa, mangal shubh din ājano.. Vārī vārī vāraṇā
Jashodā zulāve bābā nanda zulāve (2),
Mānunī mangal gāya, e vhalā, mānunī mangal gāya,
Nanda jashodānā lāḍ lāḍīlā (2),
Gopīonā haiyāno hāra, mangal shubh din ājano.. Vārī vārī vāraṇā
Shrī vallabhanā swāmī shāmaḷiyā (2),
Bhakta vatsal bhagavāna, e vhālā, bhakta vatsal bhagavāna,
Shyām sundar shrī hari upar (2),
Sarvasva jāun balihāra, mangal shubh din ājano.. Vārī vārī vāraṇā
Dhūna
Jaya jaya bolo shrī bāḷ kṛuṣhṇa lāl kī jaya (2)
Nandalāl kī jaya, gopāl kī jaya (2), jaya jaya bolo… Jaya nandalāl kī, jaya giridhar gopāl kī, jaya bālakṛuṣhṇa lāl kī, jaya giridhar gopāl kī (2)
Jaya jaya bolo shrī bāḷ kṛuṣhṇa lāl kī jaya (2)