You are Here: Home » Bhajan » Shri Krishna » વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી
|

વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી

Vhalo maro premane vash thaya raji

[Total: 3 Average: 5]

વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨),
એમાં શું કરે પંડિતને કાજી રે …વ્હાલો મારો પ્રેમને

કરમાબાઈનો ખીચડો આરોગ્યો, વ્હાલે વિદુરની ખાધી ભાજી, (૨)
એઠાં બોર શબરીના ખાધાં (૨), વ્હાલે છપ્પન ભોગ મેલ્યાં ત્યાગી, .. વ્હાલો મારો

વિદુરને રે ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા, કેળાં આણ્યાતા માંગી, (૨)
ગર્ભ કાઢીને છાલ ખવડાવી (૨), વ્હાલે તોય ના જોયું જાગી, .. વ્હાલો મારો

ગણિકા હતી તે, પોપટ પઢાવતી, ને તેમાંથી લેહ લાગી, (૨)
ભગવાન એને મળ્યા સહેજમાં, એની સંસારની ભ્રમણા ભાંગી, .. વ્હાલો મારો

ભક્તની રે લોકો નિંદા કરે છે આ જગત થયું છે પાજી, (૨)
ભલે મળ્યાં મહેતા નરસિંહના સ્વામી (૨), માથે ગિરધર રહ્યાં છે દાગી, .. વ્હાલો મારો


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *