Baby Krishna
You are Here: Home » Bhajan » Shri Krishna » શ્રી કૃષ્ણ નું નામ રટીલે
|

શ્રી કૃષ્ણ નું નામ રટીલે

Shri Krishannu Naam Ratile

[Total: 9 Average: 4.2]

શ્રી કૃષ્ણ નું નામ રટીલે, તારું જીવન સફળ કરીલે (3),
દુર્લભ માનવ દેહ મળ્યો છે (૨), પ્રભુને તું જાણીલે.. શ્રી કૃષ્ણ નું નામ રટીલે
શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ (૨)

લાખો વખત તું ફરિયો તોયે, કાંઈ ન લાગ્યું હાથ (૨),
તોયે માનવ તું ના છોડે આ સંસારી સાથ (૨),
તોડી માયાજાળ ને આજે (૨), કૃષ્ણને તું ઓળખીલે.. શ્રી કૃષ્ણ નું નામ રટીલે
શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ (૨)

તારું-મારુ કરીને માનવ શીદ ખોએ અવતાર (૨),
જગત આખું જોને કૃષ્ણમય, એને તું સંભાળ (૨),
સંસારના અણુએ અણુમાં (૨), મનમોહનને જોઈલે.. શ્રી કૃષ્ણ નું નામ રટીલે
શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ (૨)

તન ને મનનો મલિક આજે તું કૃષ્ણને કરી લે (૨),
અહં ભરેલી બુદ્ધિ તારી ચરણે એને મુકીદે (૨),
કૃષ્ણ પ્રેમના મહાસાગરમાં (૨), માનવ આજ તરી લે.. શ્રી કૃષ્ણ નું નામ રટીલે
શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ (૨)

કર્મયોગમાં સ્થિર રહીને, નામ એનું રટીલે (૨),
એના આશ્રયમાં શ્રદ્ધાથી, સંસારમાં જીવીલે (૨),
ગીતાનો ગાનારો તારી (૨), પડખે છે સમજીલે.. શ્રી કૃષ્ણ નું નામ રટીલે
દુર્લભ માનવ દેહ મળ્યો છે (૨), પ્રભુને તું જાણીલે.. શ્રી કૃષ્ણ નું નામ રટીલે
શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ (૨)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *