અમી વરસાવતી આંખલડી
Ami Varsavti Aankhladine
અમી વરસાવતી આંખલડી ને આશિષ વરસાવતા કર,
ઝાંઝર ઝમકાવતી ચાલી મહારાણી માં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી
નવરંગ લહેરિયા ની ચૂંદલડી માં, કંઠે રે કવલ હાર (૨),
કમળ માળા લઇ ચાલી મહારાણીમાં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી
બાહે બાજુબંધ કરમાં છે કંકણ, કાને ઝુમખાંની જોડ (૨),
અતિ આનંદમા ચાલી મહારાણીમાં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી
અણવટ વિછિયા મુગટ છે રૂડા, કેશ કળા સુંદર (૨),
ભક્તોના રુદિયા લઇ ચાલી મહારણીમાં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી
રત્નજડિત પોંચી રુમઝુમતાં નુપુર, કેડે કંદોરાનો શોર (૨),
મીઠું રે હસતી ચાલી મહારાણીમાં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી
મધુર ગુણ મળી મધુર બોલતી, પ્રિય સંગ રમતી મધુર (૨),
ભક્તિના દાન દેતી ચાલી મહારાણીમાં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી
અમી વરસાવતી છબી પર “નીતા”, તન-મન-ધન નીસાર (૨),
કરુણા કરતી ચાલી મહારાણીમાં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી
Amī varasāvatī āṅkhalaḍī nē āśiṣa varasāvatā kara,
jhān̄jhara jhamakāvatī chālī mahārāṇī māṁ, maḷavānē śyāmasundara vara.. Amī varasāvatī
navaraṅga lahēriyā nī chūndalaḍī māṁ, kaṇṭhē rē kavala hāra (2),
kamaḷa māḷā la’i chālī mahārāṇīmāṁ, maḷavānē śhyāmasundara vara.. Amī varasāvatī
bāhē bājubandha karamāṁ chē kaṅkaṇa, kānē jhumakhānnī jōḍa (2),
ati ānandamā chālī mahārāṇīmāṁ, maḷavānē śyāmasundara vara.. Amī varasāvatī
aṇavaṭa vichiyā mugaṭa chē rūḍā, kēśa kaḷā sundara (2),
bhaktōnā rudiyā la’i chālī mahāraṇīmāṁ, maḷavānē śhyāmasundara vara.. Amī varasāvatī
ratnajaḍita pōn̄chī rumajhumatāṁ nupura, kēḍē kandōrānō śōra (2),
mīṭhuṁ rē hasatī chālī mahārāṇīmāṁ, maḷavānē śyāmasundara vara.. Amī varasāvatī
madhura guṇa maḷī madhura bōlatī, priya saṅga ramatī madhura (2),
bhaktinā dāna dētī chālī mahārāṇīmāṁ, maḷavānē śyāmasundara vara.. Amī varasāvatī
amī varasāvatī chabī para “nītā”, tana-mana-dhana nīsāra (2),
karuṇā karatī chālī mahārāṇīmāṁ, maḷavānē śyāmasundara vara.. Amī varasāvatī