You are Here: Home » Bhajan » Shri Yamunaji » દર્શન દ્યો માં શ્રી યમુનાજી
|

દર્શન દ્યો માં શ્રી યમુનાજી

Darshan Dyo Ma shri Yamunaji

[Total: 10 Average: 3.1]

દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી,
પાન કરાવો અમૃત જળના , જોર હટાવો માયા બળ ના,
રટણ કરાવો શ્રી રાધાવરના, દર્શન દ્યો માં શ્રી યમુનાજી

શરણ પડ્યો છું દુખડા કાપો, તાપ નિવારી સુખડાં આપો,
યુગલ સ્વરૂપ મારા ર્હદયે સ્થાપો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી

અહર્નિશ સેવામાં  દિન ગાળું, કૃષ્ણ કૃપાળુ દીનતા માંગુ,
અવિચળ પદ માંગુ પાયે લાગુ, દર્શન દ્યો માં શ્રી યમુનાજી

માયાજાળ ટાળો શ્રી મહારાણી, માં જી લીલામાં લો તાણી,
દૈવી જીવ ઉપર કરુણા જાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી


છોડાવી દ્યો વિષયાશક્તિ, માનસી સેવામાં અનુરક્તિ,
શ્યામ ચરણમાં દ્યો માં દ્રઢ ભક્તિ,   દર્શન દ્યો માં શ્રી યમુનાજી


દુર્ગુણ મારા કાઢી નાખો, વાંક અમારો હોય તો સાંખો,
વ્રજમાં વાસ કરું એમ મુખ ભાખો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી


લાલા લહેરી સેવક તારો, દિન થઇ આવ્યો અતિ દુખીયારો,
ઉગારવાનો બીજો નથી આરો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *