You are Here: Home » Bhajan » Shri Yamunaji » મલકંતા મુખડે મોહનને મળતી
|

મલકંતા મુખડે મોહનને મળતી

Malkanta Mukhde MohanNe Malti

[Total: 5 Average: 3.6]

મલકંતા મુખડે મોહનને મળતી (૨), અભય દેનારી યમુને મહારાણીમાં,
છલકંતા હૈયે મોહનને મળતી, ભક્તિ દેનારી જય યમુને મહારાણીમાં(૨) .. મલકંતા મુખડે

મલપતી ચાલે મોહનને મળતી, પતિતપાવની જય યમુને મહારાણીમાં (૨),
કંકણ ખણકાવતી મોહનને મળતી, કરુણા કરતી જય યમુને મહારાણીમાં(૨)

ઉલ્લાસ જગાવતી મોહનને મળતી, રાસમાં ફરતી યમુને મહારાણીમાં (૨),
ઘુઘર ધમકાવતી મોહનને મળતી, કૃષ્ણને પ્યારી જય યમુને મહારાણીમાં(૨),

કૃપા વરસાવતી મોહનને મળતી, ભક્તોને વહાલી જય યમુને મહારાણીમાં (૨)
શ્યામ રૂપ ધરતી મોહનને મળતી, ભવસિંધુ તારિણી જય યમુને મહારાણીમાં(૨),

ભક્તોના હૈયા લઇ મોહનને મળતી, શરણાગતવત્સલ યમુને મહારાણીમાં (૨),
સોળે શ્રીંગાર સાજી મોહનને મળતી, “નીતા”નું જીવન યમુને મહારાણીમાં(૨) .. મલકંતા મુખડે


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *