You are Here: Home » Bhajan » Shri Yamunaji » મન તું રટીલે વારંવાર એક શ્રી યમુના પરમ કૃપાળ
|

મન તું રટીલે વારંવાર એક શ્રી યમુના પરમ કૃપાળ

Man Tu Ratile Varamvar ek Shri Yamuna Param Krupal

[Total: 4 Average: 4]

મન તું રટીલે વારંવાર, એક શ્રી યમુના પરમ કૃપાળ (૨),
ભાવે ભજીલે વારંવાર, એક શ્રી યમુનાજી દયાળ (૨)

અધમ ઓધારણ કાજે યમુને, કીધો ભુતળ વાસ રે (૨),
દેતી ભક્તિ કેરા દાન, એવી શ્રી યમુનાજી દયાળ (૨).. મન તું રટીલે વારંવાર

વ્રજ ભુમીને પાવન કરતી, શ્યામ સંગે રાસે રમતી (૨),
કરુણા કરતી એ અપાર, એવી શ્રી યમુનાજી દયાળ (૨).. મન તું રટીલે વારંવાર

શ્યામ વર્ણી કાલિન્દી, માં શ્યામની પટરાણી  (૨),
વેદો કરતા ગુણના ગાન, એવી શ્રી યમુનાજી દયાળ (૨).. મન તું રટીલે વારંવાર

જે જન માંને શરણે આવે, માડી ભવસાગર થી તારે (૨),
લઇ જાય શ્યામ સમીપે આપ, એવી શ્રી યમુનાજી દયાળ (૨).. મન તું રટીલે વારંવાર

બેઉં કર જોડી વિનવે “નીતા”, શ્રી યમુનેજી શરણે રાખો (૨),
દેતી શ્રી કૃષ્ણ વરના દાન, એવી શ્રી યમુનાજી દયાળ (૨).. મન તું રટીલે વારંવાર



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *