You are Here: Home » Bhajan » Shri Yamunaji » યમુનાજી રાણી મારી માત રે
|

યમુનાજી રાણી મારી માત રે

Yamunaji Rani Mari Maat Re

[Total: 4 Average: 3.3]

યમુનાજી રાણી મારી માત રે, વલ્લભ પ્રભુ છે સાથ રે,
વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો સફળ થયો જન્મારો રે
શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં

શ્રી કૃષ્ણ શરણં નિત્ય રટણ કરવું, લાલાની ધુનમાં મારે મસ્ત બની ફરવું (૨),
શામળિયા સંગ પ્રીત જોડીને, ભવસાગર તરવો પાર રે.. વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો

ગોકુળ મથુરાની વાટ મારે જાવું, વૃંદાવન ગોવિંદ સંગ રાસમાં જોડાવું (૨),
યમુનાજી નાહવું વિશ્રામઘાટે, કરવા યમુનાજીના પાન રે …  વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો

શામળાની સેવામાં દિન-રાત રહેવું, , જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મુખેથી કહેવું (૨),
શ્રીનાથજીને રંગે રંગાઈને, મારે વસવું શ્રીજીને દ્વાર રે… વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો

પ્રેમ ભાવે બાંધવો આજ ગોવિંદને, પકડીને રહેવું એના ચરણારવિંદને (૨),
“નીતા” છબી જોઈ સુંદર ઘનશ્યામની, તન મન ધન છે નિસાર રે … વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *