You are Here: Home » Bhajan » શ્રીનાથ પ્યારા પ્યારા
|

શ્રીનાથ પ્યારા પ્યારા

Shrinath Pyara Pyara

[Total: 4 Average: 4.3]

શ્રીનાથ પ્યારા પ્યારા, તમને વિનવે બાળ તમારા (૨)
સદા તમારી ઝાંખી કરવા, તરસે નૈંન અમારા.. શ્રીનાથ પ્યારા પ્યારા

દિલની ધડકન જપતી વ્હાલા, તારા નામની માળા (૨),
મધુર નાદ સંભળાવો અમને, મોહન મોરલી વાળા (૨),
દર્શન આપી તૃપ્ત કરીદો, વ્યાકુળ ચિત્ત અમારા .. શ્રીનાથ પ્યારા પ્યારા

કામ-ક્રોધ ને વેર-ઝેર ના પાપ અહીં પ્રસરાયા (૨),
પ્રેમ-શાંતિ ને મૈત્રીભાવ ના ગીત અહીં વિસરાયા (૨),
આનંદનો અમૃત વરસાવો, કરુણાના કરનારા .. શ્રીનાથ પ્યારા પ્યારા


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *