You are Here: Home » Bhajan » Shrinathji » જય જય જય શ્રીનાથજી
|

જય જય જય શ્રીનાથજી

Jai Jai Jai Shrinathji

[Total: 5 Average: 4]

અમને આપો સંગ રંગ ને અમને આપો સાથ જી (૨),
જય જય જય શ્રીનાથજી,  જય જય જય શ્રીનાથજી .. અમને આપો સંગ રંગ

જીવન આખું હોય અમારું, આરતીનું અજવાળું જી (૨),
સ્થળે-સ્થળે ને પળે-પળે તમને હું તો ભાળુ જી (૨),
સથવારા નો ઉમંગ ઉછળે (૨), જીવન તમારે હાથ જી ..અમને આપો સંગ રંગ ને

હોઠ ઉપર છે નામ તમારું, રાસલીલા તો હૈયે જી (૨),
અમે કોઈના નથી કદીએ, અમે તમારા છીએ જી (૨),
સ્મરણ તમારું હોય સદાયે (૨), મારાં તમારે હાથ જી..અમને આપો સંગ રંગ ને


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *