You are Here: Home » Bhajan » Shrinathji » કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી Kala re Kala Mara Shamadiya Shrinathji
|

કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી

Kala re Kala Mara Shamadiya Shrinathji

[Total: 5 Average: 4.2]

કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી (૨),
કટી ઉપર જમણો કર મૂકી (૨), અમને બાંધ્યા હાથ જી .. કાળા રે કાળા

અધરો મલકે પાંપણ પલકે (૨), છલકે આંખો ચાર રે (૨),
અમ્રત રસની રોમ રોમમાં ઉછળે ઝીણી ધાર રે (૨) .. કાળા રે કાળા

અંબોડો વાંકો ને પગમાં (૨), તોડાનો રણકાર રે (૨),
કાનમાં કુંડળ ઝબકે જાણે વીજળીનો ચમકાર રે (૨) .. કાળા રે કાળા

મોર કળાયેલ માથે સોહે (૨), મોહિયાં નર ને નાર રે (૨),
દૈવી જીવના દોષ છોડાવી કરે પ્રભુ ઉદ્ધાર રે (૨) .. કાળા રે કાળા

વામ ભુજા ઉપર ફેલાવી (૨), બોલાવે નિજ દ્વાર રે (૨),
ચરણકમળમા આશ્રય આપી (૨), કરે પ્રભુ ભવ પાર રે (૨) .. કાળા રે કાળા

શ્રીજીબાવા નંદદુલારા (૨), કરુણાના કરનાર રે (૨),
શ્રાવણીને અવલંબન આપી (૨), રાખો ચરણની પાસ રે (૨)
વૈષ્ણવને અવલંબન આપી (૨), રાખો ચરણની પાસ રે (૨) .. કાળા રે કાળા


Kāḷā re kāḷā mārā shāmaḷiyā shrīnāthajī (2),
Kaṭī upar jamaṇo kar mūkī (2), amane bāndhyā hāth jī .. Kāḷā re kāḷā

Adharo malake pānpaṇ palake (2), chhalake ānkho chār re (2),
Amrat rasanī rom romamān uchhaḷe zīṇī dhār re (2) .. Kāḷā re kāḷā

Anboḍo vānko ne pagamān (2), toḍāno raṇakār re (2),
Kānamān kunḍaḷ jhabake jāṇe vījaḷīno chamakār re (2) .. Kāḷā re kāḷā

Mor kaḷāyel māthe sohe (2), mohiyān nar ne nār re (2),
Daivī jīvanā doṣh chhoḍāvī kare prabhu uddhār re (2) .. Kāḷā re kāḷā

Vām bhujā upar felāvī (2), bolāve nij dvār re (2),
Charaṇakamaḷamā āshraya āpī (2), kare prabhu bhav pār re (2) .. Kāḷā re kāḷā

Shrījībāvā nandadulārā (2), karuṇānā karanār re (2),
Shrāvaṇīne avalanban āpī (2), rākho charaṇanī pās re (2)
Vaiṣhṇavane avalanban āpī (2), rākho charaṇanī pās re (2) .. Kāḷā re kāḷā

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *