કરજો કરજો નૈયા પાર
Karjo Karjo Naiya Par, Kanaiya
કરજો કરજો નૈયા પાર, કનૈયા તારો છે આધાર (૨),
નાગર નંદજીના લાલ, કનૈયા તારો છે આધાર (૨)… કરજો કરજો નૈયા પાર
મારી ડગમગ ડોલે નૈયા (૨), એને પાર કરોને કનૈયા (૨),
પડિયા પડિયા છિદ્રો પાંચ, કનૈયા તારો છે આધાર.. કરજો કરજો નૈયા પાર
એક જ છીદ્રે નૈયા ડુબે (૨), પડતી જઈને જાળમાં ઊંડે (૨),
તું છે આશાનો એક તાર, કનૈયા તારો છે આધાર.. કરજો કરજો નૈયા પાર
શ્રીનાથજી સુકાન હાથમાં ધરજો (૨), મારી નૈયા નિર્મળ કરજો (૨),
તમેછો ભવજળ તારણહાર, કનૈયા તારો છે આધાર.. કરજો કરજો નૈયા પાર
મનની મૂંઝવણ કોને કહીયે (૨), હરદમ નામ તમારું લઈએ (૨),
નામે ઉગરીએ ભવપાર, કનૈયા તારો છે આધાર.. કરજો કરજો નૈયા પાર
ભક્તો તુજને ભજતાં કહે છે (૨), વૈષ્ણવ તારા ભરોસે રહે છે (૨),
આવો આવો મારી વાર, કનૈયા તારો છે આધાર.. કરજો કરજો નૈયા પાર
English:
Karajo karajo naiyā pāra, kanaiyā tāro chhe ādhār (2),
Nāgar nandajīnā lāla, kanaiyā tāro chhe ādhār (2)… Karajo karajo naiyā pāra
Mārī ḍagamag ḍole naiyā (2), ene pār karone kanaiyā (2),
Paḍiyā paḍiyā chhidro pāncha, kanaiyā tāro chhe ādhāra.. Karajo karajo naiyā pāra
Ek j chhīdre naiyā ḍube (2), paḍatī jaīne jāḷamān ūnḍe (2),
Tun chhe āshāno ek tāra, kanaiyā tāro chhe ādhāra.. Karajo karajo naiyā pāra
Shrīnāthajī sukān hāthamān dharajo (2), mārī naiyā nirmaḷ karajo (2),
Tamechho bhavajaḷ tāraṇahāra, kanaiyā tāro chhe ādhāra.. Karajo karajo naiyā pāra
Mananī mūnjhavaṇ kone kahīye (2), haradam nām tamārun laīe (2),
Nāme ugarīe bhavapāra, kanaiyā tāro chhe ādhāra.. Karajo karajo naiyā pāra
Bhakto tujane bhajatān kahe chhe (2), vaiṣhṇav tārā bharose rahe chhe (2),
Āvo āvo mārī vāra, kanaiyā tāro chhe ādhāra.. Karajo karajo naiyā pāra